Entertainment

Movie Review: રાખ

1989માં અભિનેતા આમિર ખાનની થ્રિલર ફિલ્મ 'રાખ' રીલિઝ થઇ હતી. જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. હવે ડિરેક્ટર મિલાપ ઝવેરીએ 20 મિનિટની શોર્ટ ફિલ્મ એ જ નામથી બનાવી છે.

મિલાપે થોડા મહિના પહેલા 'મસ્તીઝાદે' ફિલ્મ બનાવી હતી. જેમાં એક્ટર્સ વીર દાસ અને શાદ રંધાવા પણ હતાં. હવે આ બન્ને એક્ટર્સને રીપિટ કરીને મિલાપે એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આવો જાણીએ કેવી છે આ શોર્ટ ફિલ્મ.

વાર્તાઃ
આ સ્ટોરી એક હસબન્ડ (વીર દાસ)ની છે જેની પત્ની (રિચા ચઢ્ઢા)ની હત્યા શાદ રંધાવા કરે છે. કેવી રીતે પતિ આ હત્યાનો બદલો લે છે. તે આ શોર્ટ ફિલ્મથી બતાવવામાં આવ્યું છે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન સારૂ છે. લોકેશનમાં કોઇ ફેરફાર નથી છતાં ફિલ્મને એક જ જગ્યા પર 20 મિનિટ સુધી બાંધી રાખવામાં મિલાપ સફળ રહ્યા છે. ફિલ્મ દરમિયાન કેમેરા વર્ક લાજવાબ છે. સાથે જ માઇક્રોવેવ અને તેના 2 મિનિટના ટાઇમીંગનો સીન પણ રસપ્રદ છે. ફિલ્મના ડાયલોગ્સ અને રાખ વિશે લખેલી લાઇનો પણ સારી છે. ફિલ્મના અંતે જ્યારે બધાના નામ સ્ક્રિન પર આવવાના હોય છે ત્યારે તેના વિઝ્યુઅલ્સ પણ તમને જકડી રાખે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં મહત્વપૂર્ણ સિક્વન્સ વીર દાસ અને શાદ રંધાવા વચ્ચે છે. આ બન્ને એક્ટર્સે ઉત્તમ અભિનય કર્યો છે. હિરો અને વિલન વચ્ચે તાલમેલ પણ સારો છે. આ સાથે જ રિચા ચઢ્ઢાની હાજરી પણ ફ્રેમને વધારે યોગ્ય બનાવી રાખે છે.
 
સંગીતઃ
ફિલ્મનું સંગીત તેમજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારૂ છે. સોનુ નિગમનું ગાયેલું ગીત અને રશ્મિ વિરાગે લખેલા લિરિક્સ પણ ઉત્તમ છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
આ ફિલ્મ ઇન્ટરનેટ પર રીલિઝ થવાની છે. આ થ્રિલર ફિલ્મ એક વાર જરૂર જોઇ શકો છો.

Source By : Divyabhaskar

Releated Post