મુકેશ અંબાણી પાસે છે આ દુનિયાની ૬ સૌથી મોંઘી વસ્તુ જે માત્ર તે જ રાખી શકે છે

24 Jul, 2018

 મુકેશ અંબાણી એક એવું નામ છે જે કદાચ પોતે જ ચર્ચાનો સાગર છે. તેના વિશે જેટલી વાતો તમે સાંભળી હશે તેમાંથી કંઇક ને કંઇક પ્રેરણાદાયક જરૂર મળ્યું હશે. આજે અમે તમને ભારતના સૌથી અમીર શખ્સ વિશે કંઇક એવી ખાસ વાતો જણાવીશું જે દુનિયામાં ઓછા લોકો પાસે છે. મુકેશ અંબાણીની પાસે તે ખાસ વસ્તુ છે જેને માટે મોટામાં મોટા લોકો પણ સપના જુએ છે. આવો નજર નાખીએ તે લીસ્ટ પર.

૧. બોઇંગ બિઝનેસ જેટ - ર
 

૨૦૦૭માં મુકેશ અંબાણીએ પોતાનું બીજું જેટ લીધું ૧૦૦૪ વર્ગ ફીટ કેબિન સ્પેસની સાથે આ જેટ ૭૮ યાત્રિયો માટે બેસવાની જગ્યા રાખે છે. મુકેશનું આ પ્રાઇવેટ જેટ માટે ૭૩ મિલિયન ડોલર ચુકવ્યા હતા.

ર. એન્ટિલા

આ આલિશાન ઘર વિશે તો તમે વાંચ્યું જ હશે તેનું ઘર એન્ટિલાના નામથી ઓળખાય છે. જે એક મિથકિય દ્વીય એન્ટિલાના નામ પર રાખવામાં આવ્યું છે. એન્ટિલાની કિંમત ૧ મીલીયન ડોલર છે.

૩. ફાલ્કન ૯૦૦ઇએકસ

અંબાણીના ફાલ્કન ૯૦૦ઇએકસ વિમાનમાં એક મીડફલાઇટ ઓફિસ માટે એક કીબી મ્યુઝીક સિસ્ટમ સેટેલાઇટ ટેલીવીઝન જેવી ઘણી સુવિધાઓ છે. તેને કિંમત લગભગ ૪૩.૩ મિલિયન ડોલર છે.

૪. મેબૈક ૬૨

મેબૈક ૬૨ અંબાણીની એક અત્યંત શાનદાર કાર છે આ બુલેટ પ્રુફ કાર છે. જેમાં ટીવી સ્કીન અને કોન્ફેન્સ જેવી સુવિધાઓ છે. તેની અનુમાનિત કિંમત ૧ મિલિયન ડોલરથી વધારે છે.

પ. મર્સિડીઝ એસ કલાસ :

આ કાર મુકેશ અંબાણીની મેબેક ૬૨ના સમાન છે. આ કાર પણ બુલેટ પ્રુફ છે અને તેમાં લેપટોપ અને ટીવી સ્કીન પણ છે આ માત્ર ૩.૯ સેકેન્ડમાં ૦-૬૦ પર જઇ શકે છે અને અંબાણીએ આ કાર માટે ૧,૫૦,૦૦૦ ડોલર ચુકવ્યા હતા.

૬. તેનો પરિવાર

દરેક વ્યકિતના જીવનમાં તેનો પરિવાર ખાસ મહત્વ ધરાવે છે. મુકેશ અંબાણીની પાસે પણ ન માત્ર એક પ્યારો પરિવાર ે પરંતુ તેની પત્ની નીતા અંબાણી અને કાબિલ દીકરા આકાશ-અનંત અને એક ખુબસુરત દીકરી ઇશા અંબાણી. એટલે તમે કહી શકો કે ભગવાને તેમને દરેક ખુશી આપી છે.