સૂરતના આ શેઠીયાના ત્યાં છે સૌથી મોંઘા ગણેશજી, કિંમત છે કોહિનૂર કરતાં પણ વધુ

02 Jun, 2018

 દુનિયાના સૌથી કીમતી ગણેશજીની મૂર્તિ વિશે. આ મૂર્તિની કિંમત સાંભળી ભલભલા મોંમાં આગળાં નાખી જાય છે. આ મૂર્તિની કિંમત છે 600 કરોડ રૂપિયા.

ગુજરાતની હીરા નગરી સૂરતમાં છે આ ગણપતિ. હીરા નગરીમાં કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિ છે જેનું વજન છે 36.5 ગ્રામ છે. બજારમાં તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. હીરાના આ ગણપતિની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે પ્રાકૃતિક છે, તેને બનાવવામાં નથી આવ્યા.
600 કરોડના આ ગણેશજી સૂરતના પ્રસિદ્ધ હીરા વ્યાપારી કનુભાઇ આસોદરિયાના ઘરમાં છે, જે છેલ્લા 12 વર્ષથી પરિવારના આરાધ્ય દેવ છે. આસોદરિયા પરિવારના જણાવ્યા અનુસાર, 12 વર્ષ પહેલાં બેલ્ઝિયમમાંથી આવેલ કાચા હીરામાંથી જ આ હીરો મળ્યો હતો. બસ ત્યારથી ખુલી ગયું નસીબ. આ હીરામાં ગણેશજીની છબી નજર આવતાં જ ઘરના મંદિરમાં તેમને સ્થાપિત કર્યા અને બસ ત્યારથી આ ગણેશજી મંદિરમાં વિરાજિત છે.
આમ તો આસ્થાની કોઇ કિંમત નથી હોતી, પણ હીરાના આ ગણેશજી માટે આસોદરિયા પરિવાર પાસે અત્યાર સુધી 600 કરોડ રૂપિયા સુધીની ઓફર થઈ ચૂકી છે, પણ પરિવાર માટે આ ગણેશજી આરાધ્ય દેવ બની ગયા છે એટલે તેઓ વેચવા નથી ઇચ્છતા. 
કનુભાઇ તેમના મિત્રોની સલાહ બાદ ભગવાન ગણેશ રૂપી આ ડાયમંડને લોકોના દર્શન માટે મંદિરમાં ખુલ્લા મૂકવા ઇચ્છે છે. કનુભાઇએ જણાવ્યું કે, ડાયમંડ ગણેશની આ આકૃતિ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં મૂકવામાં આવી છે. અહીંના પૂજારીઓ અને ભક્તોએ દર્શનનો લાભ પણ લીધો છે. આ સિવાય દેશ-વિદેશની ઘણી જાણિતી હસ્તીઓ આ 600 કરોડના ગણેશજીના દર્શન માટે સૂરત આવી ચૂક્યા છે. કોહિનૂર હીરા કરતાં પણ વધારે કીમતી છે આ ગણપતિ, કારણકે કોહિનૂર 105 કેરેટનો છે જ્યારે આ ગણેસ રૂપી હીરાનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે.