ચોમાસામાં જો તમે ગુજરાત ના 10 ધોધ નથી જોયા તો તમે કઈ નથી ફર્યા

16 Jul, 2018

 ગુજરાતમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે જંગલ વિસ્તારમાં આવેલા ધોધ પણ સક્રિય થઇ જાય છે. ચોમાસાની સીઝનમાં ખાસ કરીને લોકો વરસાદ અથવા નદીનું પાણી ધોધ સ્વરૂપે પડતુ હોય છે એવા પિક્નીક સ્પોટ પર ફરવા જવાનું વધુ પસંદ કરતા હોયો છે. જેમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ધોધનું પાણી ખડકો સાથે અથડાઇને જાણે ગર્જના કરતો હોય તેવો ગર્ભીત આવાજ સંભળાય છે. બીજી બાજુ ડુંગરાળ તેમજ વનરાજીથી રમણીય એવો ચનખલ ગામથી વહેતો બરડા ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.


પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવાની સાથે પર્યટકો ધોધ નીચે ન્હાવાનો લ્હાવો પણ માણતા હોય છે. આમ તો સોનગઢ નજીક ચીમેરના ધોધનું નામ ખુબજ જાણીતું છે. આ ધોધ ગુજરાતના નાયગરા ફોલ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળે સહેલાણીઓ ખુબ મોટી સંખ્યામાં પરિવાસ સાથે ઉમટી પડે છે. વરસાદની સીઝનમાં સક્રિય થતા આ ધોધને પોતાનું આગવું સૌંદર્ય છે જે પ્રવાસીઓને આકર્ષે છે અને એક પિકનીક સ્પોટ તરીકે આગવું સ્થાન ધરાવે છે.


ગિરા ધોધ એટલે ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ જે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઇ ગામ પાસે આવેલી અંબિકા નદી ધોધ સ્વરૂપે નીચે પડતી જોવા મળે છે. અંબિકા નદી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં જ્યારે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ધોધનું પાણી ઉપરથી નીચે ખડકો સાથે અથડાઇને જાણે કે ગર્જના કરતું હોય તેવો ગર્ભીત અવાજ સંભળાય છે.


કેવી રીતે પહોંચવું:


જમીન માર્ગે: અમદાવાદથી 409 કિ.મી., સુરતથી 164 કિ.મી., વડોદરાથી 309 કિ.મી. જેટલું અંતર થાય છે. ગુરજરાત રાજ્ય બસ ટ્રાન્સપોર્ટ અથવા પ્રાઇવેટ લકઝરી દ્વારા વઘઇ જઇ શકાય છે.


રેલવે માર્ગે: અમદાવાદ, સુરત અથવા મુંબઇથી આવતા લોકોને રેલવે માર્ગ દ્વારા બીલીમોરા જવુ પડે અને ત્યાંથી બસ દ્વારા જઇ શકાય છે.

 


-


જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં જામવાલા (ગીર)ની નજીક જામજીર ધોધ આવેલો છે. જામજીર ધોધ રાજ્યના સુંદર ધોધમાંનો એક છે. જામવાલા પેંડા, કેસર કેરી અને જામજીર વોટરફોલ માટે પ્રખ્યાત છે. જામવાલા નજીક આવેલો આ ધોધ ન્હાવા માટે સુરક્ષિત સ્થળ નથી કારણ કે આ ધોધ પૂર જોશથી બે અલગ અલગ ભાગમાં ઉપરથી નીચે પડે છે. ચોમાસા બાદ આ સ્થળ સુંદર પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે.


-


ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આ ધોધ આવેલો છે. આમ તો આ ધોધનું નામ બહુ જાણીતું નથી, પણ તે એક વાર જોવા જશો તો તે સ્થળને તમે ભૂલશો નહીં. આ ધોધનો નજારો તમે જશો ત્યારે તમે એમ કહેશો કે, 'અરે! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા?' આ ધોધને પોતાનું અનોખું સૌંન્દર્ય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઉંચાઇથી બિલકુલ સીધો જ નીચે પડે છે. જ્યારે હાલ ચોમાસાની ઋતુમાં આ ધોધમાં પાણી પ્રવાહ વધવાથી આ ધોધ ખૂબ જ ભવ્ય અને સુંદર દ્રશ્યમાન થાય છે. એટલે જ આ ધોધને ગુજરાનો નાયગરા ફોલ કહેવામાં આવે છે.


-


પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ નજીક આ ધોધ આવેલો છે. જાંબુઘોડાથી 21 કિ.મી. દૂર ઘોંઘબા તાલુકાના બાકરોલ ગામ નજીક પર્વતમાળામાંથી વહેતી નદી અહીં ધોધ સ્વરૂપે જોવા મળે છે. આ ધોધ ફક્ત ચોમાસમાં જ જીવંત થાય છે. આ ધોધ જ્યાં નીચે પડે છે ત્યાં એક ગુફા છે. જેમાં હાથણી માતાનું મંદિર અંદર આવેલું છે. અહીં ચોમાસામાં જીવંત થતો આ હાથણી માતાનો ધોધ જોવા તથા ધોધના પાણીમાં ન્હાવાની મજા માણવા ખાસ સહેલાણીઓ આવતા હોય છે.


-


નર્મદા જિલ્લામાં રાજપીપળાથી 28 કિલોમીટર દૂર આ ધોધ આવેલો છે. અહીં નર્મદા ડેમને નિહાળવા આવતા પ્રવાસીઓમાં ઝરવાણી ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઝરવાણી ધોધ કુદરતી સૌંદર્ય વચ્ચે પહાડોમાંથી નયનરમ્ય નજારો સર્જા‍તા હોય છે. ચોમાસામાં ધોધ આહલાદક સ્વરૂપ ધારણ કરતો હોવાથી હવે ઝરવાણી ધોધ નીચે ન્હાવા પ્રવાસીઓ તેમના પરિવાર સાથે મજા માણતા હોય છે. પથ્થરો વચ્ચેથી વહેતા ઝરવાણીનાં ધોધમાં ન્હાવાની મજા જ કંઇક અનેરી હોય છે.


-


દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર પાસે પંગારબારી વાઈલ્ડ લાઈફમાં આવેલું સૌથી રમણીય સ્થળ છે. ધરમપુરની ઘનઘોર વનરાજીઓથી ઘેરાયેલો વાઘવળ ગામ પાસે શંકર ધોધનો અવિસ્મરણીય નજારો જોવા મળે છે. શંકર ધોધનો આ નજારો પ્રવાસીઓ માટે જીવનભરનું અમૂલ્ય સંભારણું બની રહે છે. સહ્યાદ્ધિ પર્વત માળામાં વાઘવળ ગામે આ ધોધ આવેલો છે. જે જાણીતા હિલ સ્ટેશન વિલ્સન હિલથી 6 કિ.મી દૂર આવેલો છે. આ ધોધ પાસે ભગવાન શંકરનું મંદિર પણ આવેલું છે. શંકર ધોધ ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

 


-


ડાંગના ઉત્તર ભાગમાં આવેલા ગીરમાળ ગામે આ ધોધ આવેલો છે જે ગિરિમાલ ધોધ તરીકે જાણીતો છે. મહારાષ્ટ્રમાંથી નીકળતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગીરમાળ ગામે ડુંગરો ઉપરથી અહીં ધોધ સ્વરૂપ લઇને નીચે પડે છે. આ ધોધ અંદાજે 30 મીટરની ઉંચાઇ ધરાવે છે. ચોમાસામાં જ્યારે ગીરા નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે આ ધોધ ઘણો જ સુંદર સ્વરૂપ ધારણ કરે છે. ચોમાસામાં આ ધોધ પૂષ્કળ પાણીના પ્રવાહ સાથે પડતો હોય છે. આ ધોધની બરાબર સામે આવેલા ખડકો ઉપર ઉભા રહીને જોવામાં આવતા ધોધનો નજારો મનમોહક લાગે છે.


-


નિનાઇ ધોધ નર્મદા જિલ્લાના વિંધ્યા-સાતપુડા ગિરિમાળાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. નિનાઈ પહોંચીને ૨૦૦ પગથીયા ઉતરો એટલે ધોધ જોવા મળે છે. ચોમાસામાં ધોધમાં પાણી ઘણું હોય. શાંત નિશબ્દ વાતાવરણમાં ધોધનો મધુર સંગીતમય અવાજ ખુબ જ કર્ણપ્રિય લાગે છે. ધોધ નીચે એક ગુફા આવેલી છે જેમાં નિનાઈ માતાનું નાનકડું મંદિર પણ છે. જ્યાં લોકો દર્શન પણ કરતા હોય છે. ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે આવેલો આ ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. હજારો પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે.


-


સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી ૪ કિ.મી. દૂર ઝાંઝરી ગામ આવેલું છે. ઝાંઝરીમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ છે. ઝાંઝરી ગામ આગળ વાત્રક નદી પોતે ખડકોમાં થઈને ધોધરૂપે પડે છે. આ ધોધનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડતા નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યું છે. ગંગેશ્વર મહાદેવના દર્શન તથા શાંત અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ પિકનીક માટે પણ જાણીતું બન્યું છે.


-


વલસાડ જીલ્લામાં ધરમપુર નજીક આ ધોધ આવેલો છે. ધરમપુરથી બરૂમાળ અને વિલ્સન હીલ જવાના રસ્તે માત્ર બાર જ કી.મી. દૂર બીલપુડી ગામ નજીક આ ધોધ આવેલો છે. આ રોડ જોડિયા ધોધ પણ લોકોમાં ખૂબ જાણીતો છે. આ ધોધમાં જૂન અને નવેમ્બરમાં પુષ્કળ પ્રમાણમાં વહેતું પાણી નિહાળવા લાયક છે. ચોમાસાની ઋતુમાં આ ધોધમાં પાણી વધવાથી આ ધોધ ખૂબ જ સુંદર અને જિંદગીભર યાદ રહી જાય તેવો નજારો હોય છે. ધરમપુરમા આવેલ આ ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.


-


ગુજરાતના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય એવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે. આ ધોધમાં વરસાદના પાણી ભરાતાં તેનો પ્રવાહ ખુબ જ જોવા મળે છે. આ ધોધ ઉંચેથી ખડકો પરથી વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધની આજુ બાજુ આવેલા ઉચાં ખડકો પરથી જોતાં ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.