ચોમાસામાં કપડા લાકડાના કબાટમાં હોય તો આવે છે ખાસ પ્રકારની ગંધ? કરો આ ઉપાય
લાકડાના કબાટમાં રાખેલા કપડાને જ્યારે તમે પહેરો છો તો તેમાથી દુર્ગંધ આવવા લાગે છે. જેનું કારણ ફુગ પણ હોય શકે છે. આ દુર્ગંધથી ભરેલા સફેદ દાઘ પડી જાય છે. તો તેને કેટલાક સાધારણ ઉપાયથી રોકી શકાય છે
– સૌ પ્રથમ કપડાને અને કપડાની લાઇનને બરાબર ધોઇ લો. જેથી દુર્ગંધ અને તેલ દૂર થઇ જાય છે. તે પછી કપૂરના પાણીથી કબાટને બરાબર સાફ કરી લો અને તેને સૂકવવા માટે ખુલ્લું રાખો.
– તે સિવાય જો તમે તમારા પસંદગીના કપડા જેમ કે સાડી કે ડ્રેસને પ્લાસ્ટિક બેગમાં રાખશો તો વધારે સારુ રહેશે. કારણકે પ્લાસ્ટિક કપડાને લાકડાના સંપર્કમાં આવવા દેશે નહીં. તે મેટલની તિજોરીમાં પણ કપડાને ફ્રેશ રાખે છે.
– જો તમારી પાસે જરસી કે સ્વેટર છે તો તેને પણ તમે પ્લાસ્ટિક બેગમાં કે છાપામાં લપેટીને રાખો અને અઠવાડિયામાં એક વખત સૂરજના તડકામાં સૂકવવા માટે રાખો જેથી તેમા ફૂગ નહીં થાય.
– જ્યારે પણ તમારી પાસે સમય હોય તો તમે લાકડાના કબાટને ખોલી દોય જેથી હવા અંદર જઇ શકે અને તેમા ફૂગ ઉત્પન્ન ન થાય. કારણકે ફૂગ ભેજ વાળા વાતાવરણમાં વધારે થાય છે.
– દુર્ગંધને રોકવા માટે તમે નેપ્થ્લીનની ગોળીઓનો પણ ઉપયોગ કરી શકો છો. લવેન્ડર, ફેબ્રિક ફ્રેશનર સહિતછી કપડાને ફંગસથી બચાવી શકાય છે અને આ ઉપાય કરવાથી તેમાથી આવતી દુર્ગંધ પણ દૂર થઇ જાય છે.