પેરેન્ટસ ધ્યાન આપે…બ્લૂ વ્હેલ બાદ હવે મોમો ચેલેન્જથી રાજસ્થાનમાં બાળકીનું મોત

22 Aug, 2018

ખતરનાક બ્લૂ વ્હેલ ચેલેન્જ બાદ ઇન્ટરનેટ પર વધુ એક ચેલેન્જ વાઇરલ થઈ રહી છે. મોમો ચેલેન્જ નામની આ રમતે ભારતમાં પોતાનો પહેલો શિકાર એક બાળકને બનાવ્યો છે. દસમા ધોરણમાં ભણતી બાળકીનાં મૃત્યુ બાદ તેના પરિવારે આપઘાત પાછળ મોમો ચેલેન્જને જવાબદાર ગણાવી છે.
બાળકીની એક મિત્રે તેના ભાઈને જણાવ્યું હતું કે તે મોમો ચેલેન્જના છેલ્લા રાઉન્ડમાં પહોંચી તેથી ખૂબ જ ઉત્સાહિત હતી. ભાઈએ જણાવ્યું કે નવરાશના સમયે તે ઘર અને શાળામાં મોમો ચેલેન્જ જ રમતી હતી. તપાસમાં પણ એ બહાર આવ્યું હતું કે તેણે ફાંસી લગાવતા પહેલાં પોતાનું કાંડું કાપ્યું હતું. જો કે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બાળકીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે ખરાબ માર્ક આવવાને કારણે ફાંસો ખાઈ રહી છું. પોલીસે જણાવ્યું કે બાળકીએ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રીની તપાસ કરાઈ રહી છે.યાદ રહે કે મોમો ચેલેન્જે અમેરિકા, આર્જેન્ટિના, ફ્રાન્સ, મેક્સિકો અને જર્મનીમાં પણ ખાસ્સી પ્રભુત્વ જમાવી ગઈ છે. તેને કારણે પહેલું મૃત્યુ આર્જેન્ટિનામાં થયું હતું, જ્યાં એક ૧૨ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી. આ રમતમાં કોઈ અજ્ઞા।ત નામે ખતરનાક ચેલેન્જ મળે છે.મોમો ચેલેન્જ જોખમી છે. તે પૂરી નહીં કરનારા યૂઝરને ખીજવાય છે અને સખત સજા આપવાની ધમકી પણ આપે છે. તેનાથી યૂઝર ડરીને આદેશ માનવા માટે મજબૂર થઈ જાય છે. યૂઝર એ વાતોમાં ફસાઈને ડિપ્રેશનમાં જતો રહે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જાય છે.