શમીએ ઉઠાવ્યું મોટું પગલું, હસીનજહાંને કરી રૂપિયા માટે કંગાળ, ઝહર ખાવાના પૈસા પણ ન છોડયા
ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા બેંક ખાતા બ્લોક કરવાના આરોપ પર પલટવાર કર્યો છે. શમીએ કહયું કે હાલમાં જ મેં એક લાખ રૂપિયા ખાતામાંથી કાઢયા અને બીજા ચેક કેશ પણ ન થવા દીધા.
આનાથી પરેશાન થઇને હસીને મીડિયા સામે આવીને પોતાના પતિ પર આરોપ લગાવ્યો કે શમીએ દીકરી અને ઘર ખર્ચના પૈસા કાઢવા પર રોક લગાવી દીધી. આગલા દિવસે શમીએ ખુલાસો કર્યો કે હસીન જહાં એક એક લાખ રૂપિયાના બે ચેક લઇને બેંક ગઇ હતી. તેણે એક લાખ રૂપિયા ખાતામાંથી કાઢી લીધા. તે મારા વિરુદ્ધ પણ દે રહી છે અને બોલી રહી છે કે ઠીક થવાની આશા હવે નથી રહી.
મોહમ્મદ શમીએ પોતાની અંગત જિંદગીમાં પત્ની દ્વારા લગાવામાં આવેલા આરોપોથી દુર ક્રિકેટની પ્રેકટીસ કરવાનો નિર્ણય લીધો છે. ફાસ્ટ બોલરે આઇપીએલને ધ્યાનમાં રાખીને પ્રેકટીસ કરવાનું શરૂ કર્યું. શમીનો એક વીડિયો પણ આવ્યો, જેમાં તે ગાઝિયાબાદના એક સ્ટેડિયમમાં બોલીંગની પ્રેકટીસ કરી રહયો છે.
શમીને વિશ્ર્વાસ છે કે તે આઇપીએલમાં રમશે. ફોસ્ટ બોલરને આઇપીએલ-૧૧માં દિલ્હી ડેયરડેવિલ્સનું પ્રતિનિધિ કરવાનું છે. જો કે બીસીસીઆઇ પણ તપાસ કરી રહી છે અને આઇપીએલમાં રમવાનું અઘરુ લાગી રહયું છે.