મોહમ્મદ શમીનો એકસીડેન્ટ દુર્ઘટના કે સાજીશ, થયો મોટો ખુલાસો

26 Mar, 2018

 ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રવિવારને રોડ એકસીડેન્ટમાં ગંભીરરૂપથી ઘાયલ થયો હતો. દેહરાદુધથી દિલ્હી જતા સમયે શમીની કારની સામે આવી રહેલા ટ્રકે ટકકર મારી હતી. ફાસ્ટ બોલર શમીના માથામાં ગંભીર ઘાવ થયો હતો તેના માથામાં ૧૦ ટાંકા આવ્યા. 

શમીને સાથે તેનો દોસ્ત અને ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો. ત્રણેયને તાત્કાલી સીએમઆઇ હોસ્પિટલ પહોંચાડયા હતા. ઉપચાર પછી થોડોક આરામ કરી શમી દિલ્હી જવા રવાના થયો હતો.

આઇપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સના ફાસ્ટ બોલરના એકસીડેન્ટ પછી તે ચર્ચા થવા લાગી હતી કે કયાંક આ સાજીશનો શિકાર તો નથી. આના પરથી પોલીસે ખુલાસો કર્યો છે. કલેમેંટટાઉન પોલીસે કેસ દાખલ કરી આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે.

શમી અને તેની પત્ની વચ્ચે થઇ રહેલા વિવાદને લઇને આ સમયે જે રીતના આરોપો લાગી રહયા છે તે જોઇને દુર્ઘટનામાં સાજીશની ચર્ચા થવા લાગી છે. પરંતુ દહેરાદુધની કલેમેંટટાઉન પોલીસ અને મોહમ્મદ શમીએ આને દુર્ઘટના માને છે.

પોલીસે જણાવ્યું કે ઝડપથી આવી રહેલો ટ્રક ચાલક નિયંત્રણ ખોઇ બેઠો હતો. જેના કારણે દુર્ઘટના ઘટી. પોલીસે જણાવ્યું હતું કે સ્પીડને કારણે આ દુર્ઘટના થઇ હતી. આની પાછળ કોઇ સાજીશ નથી લાગતી.