શમીએ પત્ની વિશે કર્યો ખુલાસો, કહયું, વર્ષો સુધી મને આટલી મોટી વાત છુપાતી રહી હસીન
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શમી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે આ આરોપો પર હવે શમીએ પણ ખુલીને જવાબ આપ્યો છે.
શમીનું કહેવું છે કે આ વાતની જાણકારી તેના દોસ્તો-પરિવારોને પણ ન હતી તેમને પણ એ જ ખબર હતી કે તેની બહેનના બાળકો છે. શમીએ કહયું કે વાત જાણ્યા પછી પણ હંમેશા તેને જ પ્રેમ કરતો હતો, તેનો બધો ખર્ચ ઉઠાવતો હતો.
તમને જણાવી દઇએ કે કેટલાક દિવસ પહેલા હસીન જહાંના પહેલા પતિ સૈફુદીન ખુદ મીડિયાની સામે આવ્યા હતા. સૈફુદીને બતાવ્યું હતું કે ૨૦૦૨માં તેની અને હસીન જહાંના લગ્ન થયા હતા, તેની બે દીકરીઓ પણ છે. બંનેના લગ્ન ૨૦૧૦ સુધી ચાલ્યા હતા, પછી તલાક થઇ ગયા.
મોહમ્મદ શમીની પરેશાનીઓ વધતી જ જઇ રહી છે. બુધવારે ભારતીય ક્રિકેટ કંટોલ બોર્ડ(બીસીસીઆઇ)એ પોતાની એન્ટી કરપ્શન યુનિટ(ઇસીયુ)ને શમીના મુદે તપાસ કરવા માટે કહયું છે. ઇસીયુ શમીની પત્ની દ્વારા તેના પર લગાવેલા મેચ ફિકસિંગના આરોપોની તપાસ કરશે.
બે દિવસ પહેલા જ હસીન જહાં પર જયારે મીડિયાએ સવાલ કર્યા તો તે ભડકી ઉઠી હતી. કોલકતામાં તેમણે મીડિયાકર્મીઓની સાથ ખરાબ વ્યવહાર કર્યો અને વીડિયો કેમેરા પણ તોડી નાખ્યો.