શાર્કની સાથે તસવીર લેવા માટે પાણીમાં ઉતરી આ મોડલ, પછી જે થયું તે ડરામણું છે

16 Jul, 2018

દુનિયાભરમાં લોકો મોજમસ્તી માટે રોમાચંક જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે. રોમાંચની મજા લેતા જો તમે બચી જાવ તો બહાદુર જીવ જોખમમાં આવી જાય તો બેવકુફ. હાલમાં જ અમેરિકાની એક છોકરીએ કંઇક આવું કર્યું જેમાં તેનો જીવ જતા જતા માંડ બચ્યો. હવે આ બહાદુર હતી કે બેવકુફી એ તમે પોતે જ નકકી કરો. અમેરિકાના કેલિફોર્નિયની ૧૯ વર્ષીય કેટરીના અલે જારુત્સકી એક નામી ઇંસ્ટાગ્રામ મોડલ છે. કેટલાક દિવસો પહેલા તેની સાથે એક એવી ઘટના બની જેને જોઇને દરેકને આંખો ફાટીને રહી ગઇ.

હકીકતમાં ગયા મહિને કૈટરીના પોતાના બોયફ્રેન્ડના પીરવારની સાથે બહામાસમાં ફોટોશટ કરવા ગઇ હતી. તેને સાંભળ્યું હતું કે પાણીમાં નર્સ શાર્કની સાથે સ્વીમીંગ કરવો એક અનોખો અનુભવ છે. પરંતુ પાણીમાં જતા પહેલા તે સાઇન બોર્ડ પર લખેલો મેસેજ વાંચતા ભુલી ગઇ. જેના પર લખ્યું હતું કે તમે તમારા રીસ્ક પર આ નર્સ શાર્કની સાથે તરી શકો છો., આ શાર્ક નુકશાન પણ કરી શકે છે.

કૈટરીનાને આ વાતની ચિંતા ન કરતા શાર્કની સાથે તરવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી. આ દરમ્યાન તેનો બોયફ્રેન્ડના પિતા આ આખા દૃશ્યનો વીડિયો બનાવતા હતા. કૈટરીનાએ શાકર્સની સાથે તરવાનું શરૂ કરી દીધું હતું અચાનક એક શાર્કએ તેના હાથ પર બટકુ ભરી લીધું અને અંદર ખેંચવા લાગી. ઘબરાયેલી કૈટરીનાના ઝાટકાથી પોતાનું કાંડું છોડાવ્યું અને પાણીની બહાર આવી ગઇ. જો તેના લોહીની ગંધ બાકીના શાર્કને મળી જાત તો કૈટરીનાનો જીવ પણ જઇ શકતો હતો.

એક ઇન્ટરવ્યુમાં કૈટરીનાએ જણાવ્યું કે તેનું કાંડું શાર્કના મોંઢામાં હતું. પહેલા તો તે ઘબરાઇ ગઇ. પરંતુ પછી તેને હિંમત બતાડી અને પોતાના હાથને છોડાવ્યો અને પાણીથી બહાર આવી ગઇ. આ ઘટના બાદ કૈટરીનાને ઇલાજ માટે કલીનીકમાં લઇ ગયા. જણાવી દઇએ કે કૈટરીના મિયામીમાં અભ્યાસ કરી રહી છે અને સાથે જ તે મોડલીંગ પણ કરે છે.