પીએમ મોદીના ઓટોગ્રાફથી આવી રીતે બદલી આ યુવતીની જિંદગી, કોઇએ વિચાયુર્ં પણ ન હતું

27 Jul, 2018

 ૧૬ જુલાઇના પીએમ મોદીની મિદનાપુરમાં રેલી હતી. જયારે તે ઉપસ્થિત જનસભાને સંબોધિત કરી રહયા હતા તો એક મંડપ પડવાથી  ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. રેલી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઇજાગ્રસ્તોના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા. ઇજાગ્રસ્તમાં તેની મુલાકાત રીતા મુડી(૧૯)થી થઇ. બાંકુડાની રહેવાવાળી રીતા તે દિવસે પોતાની માં અને બહેનની સાથે રેલીમાં ગઇ હતી.

હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને હાલ જાણવા માટે ક્રમમાં જયારે પીએમ મોદી, રીતાની પાસે પહોંચ્યા તો પહેલા તો તેને વિશ્ર્વાસ ન થયો. તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સંબંધમાં પોતાની ખુશીનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ પીએમ મોદીની ઓટોગ્રાફ માંગ્યો. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની આ રીપોર્ટ મુજબ રીતાએ જણાવ્યું કે પહેલા તો પ્રધાનમંત્રી થોડા અચકાયા પરંતુ ફરીથી આગ્ર કરવા પર ઓટોગ્રાફ આપતા કાગળ પર લખ્યું, રીતા મુડી, તુમ સુખી રહો.
 

હવે રીતાનું કહેવું છે કે આ ઘટના પછી તે અચાનક સેલેબ્રિટી જેવી થઇ ગઇ છે. તેના મુજબ આગલા દિવસથી જ તેના ઘરે આવવાવાળાઓની લાઇન લાગી છે. તે બધા તેનો ઓટોગ્રાફને જોવા ઇચ્ે છે. આ વચ્ચે રીતાની માંએ કહયું કે તેની સાથે સાથે તેના માટે લગ્નના બે ઓફર પણ આવી ચુકયા છે. તેમાં એક પ્રસ્તાવ બાંકુડા અને બીજો ઝારખંડથી આવ્યો. સાથે જ એ પણ કહયું કે ઓટોગ્રાફવાળી ઘટના પહેલા રીતાના લગ્નની એક જગ્યા ચર્ચા ચાલી હતી પરંતુ છોકરાવાળાઓ એક લાખ રૂપિયા માંગી રહયા હતા. અત્યંત ગરીબ પરિવારની બાંકુડા ક્રિશ્ર્ચિન કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિનીએ છાત્રા રીતાનું કહેવું છે કે હાલમાં તેનું ધ્યાન અભ્યાસની બાજુમાં છે.