દયાભાભીએ શેયર કરી પોતાની દીકરીની પહેલી તસવીર : જોઇને તમે પણ કહેશો SO CUTE...

25 Jun, 2018

 ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે એકટ્રેસ દિશા વાકાણીએ પોતાના ૭ મહિનાની દીકરીની પહેલી તસવીર સોશ્યલ મીડિયા પર શેયર કરી છે. દીકરીની તસવીર જોઇને તમે પણ ફીદા થઇ જશો.

 

 

ફેમસ શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પોતાના જબરદસ્તી ડાયલોગ ડિલીવરી અને કમાલના અભિનયથી ઘર ઘરમાં પોતાની અલગ ઓળખાણ બનાવવાવાળી દયાભાભી ૨૦૧૬માં મયુર પંડયાની સાથે લગ્ન કરી લીધા હતા. આ તેનું પહેલું સંતાન છે અને બંને આ નવા મેમ્બરના આવવાથી ઘણા ખુશ છે. હાલમાં જ તેણે પોતાના દીકરીનો ફોટો સોશ્યલ મીડિયા પર શેયર કર્યો છે.
 
 

દીકરીની તસવીર સામે આવ્યા પછી ફેન્સ લાઇક અને કમેન્ટનો વરસાદ કરી રહયા છે. મા બન્યા પછી દિશા વાકાણીએ ટીવી શોમાં બ્રેક લઇ લીધો છે. મા બન્યા પછી દિશા ઘર પર રહેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે ખબર આવી હતી કે દિશા શો છોડી રહી છે જે પછી તેના ફેન્સ ઘણા નિરાશ નજર આવ્યા હતા.

 

 

જણાવી દઇએ કે આ ખબર અફવાહ બતાવવામાં આવી હતી. જી હાં, દિશા વાકાણીએ મા બન્યા દરમ્યાન થોડાક દિવસોનો શોથી બ્રેક લઇ લીધો છે. તે પોતાના દીકરીની પરવરીશમાં ધ્યાન આપી રહી છે બધો સમય પોતાની દીકરીની સાથે વિતાવે છે. સિરીયલ સિવાય દયા ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જોધા અકબર, લવ સ્ટોર ૨૦૫૦, દેવદાસ, મંગલ પાંડે જેમાં તેને દમદાર અભિનય કર્યો છે.