પૂજા શરૂ કરતાં પહેલાં બોલો આ મંત્ર, ફળ મળશે બમણું

14 Jun, 2018

આપણાં ધર્મમાં હજારો રીત-રિવાજ અને પરંપરાઓ છે. તેમાંથી કેટલીક પરંપરાનું પાલન કરવાથી ધાર્યું પણ ન હોય તેવું શુભ અને ચમત્કારી ફળ પ્રાપ્ત થાય છે. આવી જ એક પરંપરા છે પૂજા સાથે જોડાયેલી. રોજ ઘરમાં થતી પૂજા સાથે જોડાયેલા આ રિવાજનું પાલન કરવાથી ઘરમાં કરેલી સામાન્ય પૂજાનું ફળ પણ અનન્ય મળે છે.


જે લોકો ધર્મમાં માનતા હોય છે તેઓ નિયમિત રીતે સવારે અને સાંજે પૂજા પાઠ કરતાં જ હોય છે. તેમના જીવનનો એક મહત્વનો ભાગ હોય છે ભગવાનની પૂજા. પરંતુ શું તમે જાણો છે કે પૂજા કરતાં પહેલાં સ્વસ્તિ મંત્રનું વાંચન કરવું જરૂરી છે. આ સ્વસ્તિ વાંચનને મંગળ પાઠ પણ કહે છે. આ પાઠ બોલવાથી તમામ દેવી દેવતાઓ જાગૃત થાય છે. એટલે કે આ પાઠ કરીને જે પૂજા કરવામાં આવે તે ખરેખર દેવોને પ્રાપ્ત થાય છે કારણ કે તે પૂજા તેમની જાગૃત અવસ્થામાં થઈ હોય છે. આ પાઠ તમે અનેકવાર સાંભળ્યો પણ હશે પરંતુ તમે આજ સુધી તેની અસરથી અજાણ હશો. તો આજે જ્યારે સ્વસ્તિ પાઠની અસર અને તેના મહત્વ વિશે તમે જાણી લીધું છે તો સ્વસ્તિ પાઠ પણ વાંચી લો અને નોધી લો જેથી તમે રોજ તેનો પાઠ કરી શકો.

સ્વસ્તિ મંત્ર:

ऊं शांति सुशान्ति: सर्वारिष्ट शान्ति भवतु। ऊं लक्ष्मीनारायणाभ्यां नम:।

ऊं उमामहेश्वराभ्यां नम:।

वाणी हिरण्यगर्भाभ्यां नम:।

ऊं शचीपुरन्दराभ्यां नम:।

ऊं मातापितृ चरण कमलभ्यो नम:।

ऊं इष्टदेवाताभ्यो नम:।

ऊं कुलदेवताभ्यो नम:।

ऊं ग्रामदेवताभ्यो नम:।

ऊं स्थान देवताभ्यो नम:।

ऊं वास्तुदेवताभ्यो नम:।

ऊं सर्वे देवेभ्यो नम:।

ऊं सर्वेभ्यो ब्राह्मणोभ्यो नम:।

ऊं सिद्धि बुद्धि सहिताय श्रीमन्यहा गणाधिपतये नम:।

ऊं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥

ऊं शान्तिः शान्तिः शान्तिः ॥

 

સ્વસ્તિ મંત્રથી થતાં લાભ:

આ મંત્ર બોલવાથી ઘરમાં શાંતિ પ્રસરે છે. આસપાસ ફેલાયેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને જાતકનું તેમજ તેના પરિવારનું કલ્યાણ થાય છે. પરંતુ આ મંત્રોચ્ચાર શુદ્ધ ઉચ્ચારણ સાથે કરવો.