મજાક મજાકમાં કંપ્રેશરથી મળદ્વાર દ્વારા શરીરમાં ભરી દીધી ફુલ ગેસ, એના પછી જે થયું તે જાણીને તમે કંપી ઉઠશો

17 Mar, 2018

 મજાક મજાકમાં એક વ્યકિતની મોતનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મિત્રો દ્વારા મજાકમાં કંપ્રેશર મશીનથી મળદ્વાર દ્વારા શરીરમાં હવા ભરવું ૪૦ વર્ષીય રવીન્દ્રને ભારે પડી ગયું. પોલીસે હવા ભરવાવાળા શખ્સ અંજન મિશ્રાની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ ખોટા ઇરાદાથી હત્યાનો કેસ દાખલ કર્યો છે.

મામલો દિલ્હીના નાંગલોઇ ઇલાકાનો છે. મૃતક રવીન્દ્ર અને આરોપી અંજન લકડી એક ગોડાઉનમાં સાથે કામ કરતા હતા. જાણકારી મુજબ બુધવારની સવારે લગભગ ૧૦ વાગ્યે આ દુર્ઘટના થઇ હતી. અંજન અને રવીન્દ્ર એકબીજાની હસી મજાક કરી રહયા હતા.

ત્યારે અંજનએ મજાક મજાકમાં ઇલેકટ્રીક કંપ્રેશર મીશનને રવીન્દ્રના મળદ્વાર પર લગાવીને હવા ભરી દીધી. હવાના તેજ દબાણથી રવીન્દ્રના આંતરડા ફાટી ગયા. ગંભીર હાલતમાં રવીન્દ્રને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ ૩૦ કલાક સુધી મોત સામે ઝઝુમ્યા પછી ગુરુવારની સાંજે લગભગ પાંચ વાગ્યે રવીન્દ્રની મોત થઇ ગઇ.

હોસ્પિટલમાં રવીન્દ્રની હાલત ખરાબ જોઇ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ દ્વારા પુછતાછમાં અંજન મિશ્રાએ પોતાનો ગુનો કબુલી લીધો. પોલીસે બતાવ્યું કે મૃતક રવીન્દ્ર બિહારના આરા જીલ્લાનો રહેવાવાળો છે. તે દિલ્હીમાં પત્ની, દીકરા, બે ભાઇ અને એક બહેન સાથે રહેતો હતો અને લાકડાના ગોડાઉનમાં મજૂરી કરતો હતો.

લાકડાના ગોડાઉનમાં અંજન મિશ્રા પણ કામ કરતો હતો. બુધવારના કામના સમયે રવીન્દ્રની ફાટેલી પેન્ટ જોઇ અંજન મિશ્રાને મજાક સુજયો. તેને બુરાદા સાફ કરવાવાળી કંપ્રેશર મશીન રવીન્દ્રના મળદ્વાર પર લગાવીને કંપે્રશર ઓન કરી દીધો.

તેજીથી હવા રવીન્દ્રના મળદ્વારથી થઇને તેના આંતરડામાં ભરાઇ ગઇ અને અંદરના ભાગમાં ઝખ્મી થઇ ગયા. રવીન્દ્રની હાલત તરત જ બગાડવા લાગી તો લાકડાના ગોડાઉનના માલીક અને અન્ય મજુરોએ મળીને રવીન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.