દુનિયાનો આઠમો અજૂબો છે આ માણસ, જુનની ભયંકર ગરમીમાં પણ ઓઢે છે ૪-પ રજાઇ... ડોકટર પણ છે હેરાન

02 Jun, 2018

 તમે હંમેશા એવા લોકો જોયા હશે જેને હદથી વધારે ગરમી અથવા ઠંડી લાગે છે. પરંતુ ભારતમાં એક એવો શખ્સ છે જેને ભયંકર ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ થાય છે.

જી હાં, સાચું જ સાંભળ્યું છે તમે... હરીયાણામાં રહેવાવાળા સંતલાલને દુનિયાનો આઠમો અજુબો પણ કહી શકાય. હરીયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ડેરોલી અહીર ગામમાં રહેવાવાળા સંતલાલની આગળ નતમસ્તક છે. દલિત પરિવારમાં જન્મેલા ૫૮ વર્ષીય સંતલાલને કોઇ બીમારી નથી અને આજ સુધી કોઇ બીમારી થઇ પણ નથી. શોધકર્તાઓ તેમની સામે નાપાસ થઇ ચુકયા છે. હરીયાણામાં આ સમયે તાપમાન ૪પ ડિગ્રીની આસપાસ ચાલે છે અને લોકો ગરમીમાં ઓછામાં ઓછા કપડા પહેરવાનું પસંદ કરે છે. પરંતુ આ બધાથી ઉલટું સંતલાલ આ સમયે પોતાના શરીર પર ૪-પ રજાઇ ઓઢીને રાખે છે. તેની સાથે જ જયારે તેને ઠંડી લાગી રહી છે ત્યારે તે લાકડા સળગાવીને સેકે પણ છે.

જુનના આ વાતારવણમાં જયાં સામાન્ય માણસને પરસેવો છુટી રહયો છે ત્યાં સંતલાલ છે કે જેને પરસેવાનું એક ટીપું પણ નથી આવતું. સંતલાલ એવો અજુબા છે કે ઠંડીની મોસમમાં તેને ગરમી લાગે છે અને ગરમીની મોસમમાં ઠંડી. આ શખ્સને આગળ મોસમ પણ હાર માની લે છે. પરંતુ વિચારે જયારે હાડ થીજાવી દેતી ઠંડી હોય છે, તે સમયે આ વ્યકિત બરફની પાટ પર સુતો હોય છે. સવારે પ વાગ્યે ઉઠીને તળાવમાં સ્નાન કરે છે અને આખો દિવસ પાણીમાં રહે છે.

સંતલાલે જણાવ્યું કે તે નાનપણથી એવો છે અને તેને કોઇ બિમારી નથી થઇ. સંતલાલની વહુએ જણાવ્યું પિતાજીએ અમને કહયું હતું કે જિલ્લા પ્રશાસન પણ તેને સન્માનિત કરી ચુકયા છે અનેે તેની મદદ પણ કરી છે. બહારથી ચિકિત્સકોની ટીમે પણ આવીને તેની તપાસ કરી, પરંતુ સાંચને આંચ નહીં વાલી કહેવત સિદ્ધ થઇ. સંતલાલ આગળ જણાવ્યું કે તેને બરફ પર સૌથી વધારે સુવાનો વ્યકિતનો રેકોર્ડ પણ તોડી દીધો છે. આ શખ્સને લોકો નામથી ઓછું પણ મૌસમ વિભાગના નામથી વધારે ઓળખે છે.

ડોકટરોને કહેવું છે કે ડિપ્ટી સીએમઓ અશોકકુમારએ કહયું કે સંતલાલને કોઇ બીમારી નથી. તેની સાથે જે પણ થઇ રહયું છે કે માત્ર કુદરતની ભેટ છે. તેણે જણાવ્યું કે તે સંતલાલને નજીકથી ઓળખે છે. તે દર વર્ષે દવાખાને આવે છે અને તેને કોઇ બીમારી નથી.