ટ્રેનથી કપાયેલો પગ પોતે હાથમાં લઇને પ્લેટફોર્મ પર ચડયો, મદદને બદલે તેનો વીડિયો ઉતારતા રહયા લોકો

22 Jun, 2018

 દેશમાં કયારેક કયારેક એવી ઘટનાઓ બને છે જે સાબિત કરે છે ે લોકોમાં માણસાઇ સાવ મરી ગઇ છે. હરિયાણામાં કંઇક એવું જ થયું. અહીં શખ્સનો પગ કપાઇ ગયો, દર્દથી કણસતો હતો. જયારે કોઇએ મદદ ન કરી તો પોતે કપાયેલો પગ લઇને પ્લેટફોર્મ પર ચડી ગયો.

ઘટના હરીયાણાા ભિવાનીની છે આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીં એક શખ્સનો ટ્રેનમાં ચડતા સમયે પગ ફસકી ગયો. પરંતુ અફસોસ જેવો તે પડયો તે પોતાને બચાવી ન શકયો અને તેનો પગ કપાઇ ગયો.

તે દર્દથી કણસતો હતો. પગ કપાયા પછી તેને હિમ્મત બતાડી અને કપાયેલો પગ ઉપાડીને પોતે પ્લેટફોર્મ પર ચડી ગયો. હદ તો ત્યારે થઇ ગઇ જયારે લોકો આ શખ્સની મદદ કરવાને બદલે તેનો વીડિયો બનાવતા રહયા. કોઇ તેની મદદ માટે, સંભાળવા માટે આગળ ન આવ્યા.

 

 

પોલીસવાળા પણ પ્લેટફોર્મ પર ઉભા રહીને તેનો હાથ પકડીને ઉપર ખેંચતા નજરે ચડયા. આસપાસ હાજર લોકો વીડિયો બનાવવામાં લાગ્યા રહયા. હકીકતમાં ચાર દિવસ પહેલા જૈન ચોક નિવાસી કૃષ્ણકુમાર પત્ની મીનાની સાથે દુર્ઘટનામાં ઘાયલ સંબંધીના હાલચાલ પુછવા હિસાર જઇ રહયો હતો.

 

 

ભિવાની રેલ્વે સ્ટેશન પર પત્નીને ટ્રેનમાં બેસાડીને તે પાણી લેવા ચાલ્યો ગયો. ત્યારે જ ટ્રેન ચાલી અને ઘબરાહટમાં તે ટ્રેનમાં ચડવાની કોશિષ કરી, પરંતુ તે સમય તેનો પગ ફસકી ગયો અને કપાઇ ગયો. પગ કપાયા પછી તે કેટલાક સમય મદદ માટે રાહ જોતો રહયો. જયારે ત્યાં ઉભેલા લોકો મદદની બદલે વીડિયો બનાવવા લાગ્યા તો તેને પોતે હિમ્મત કરી. કપાયેલો પગ પ્લેટફોર્મ પર રાખી પોતે જ ચડી ગયો. હાલમાં કૃષ્ણકુમાર અત્યારે હોસ્પિટલમાં ભરતી છે.