અમદાવાદ માં આવી રહ્યો છે ગુજરાત નો સૌથી મોટી મલ્ટીપર્પઝ મોલ... નવી વ્યાપાર તકો ને રોજગાર નું સર્જન થશે

23 Jul, 2018

 ગુજરાતનો સૌથી વિશાળ મોલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનશે. 

ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના બીસફલ ગ્રુપ દ્વારા 1,000 કરોડ રુપિયાના ખર્ચે આ મોલ બનાવાશે. 

25,000વાર જમીન પર બનનારા આ મોલમાં બિલ્ટ-અપ સ્પેસ 9 લાખ ચોરસ ફુટથી પણ વધારે હશે.

બીસફલ ગ્રુપે આ જમીન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી પાસેથી થોડા સમય પહેલા એક હરાજીમાં ખરીદી હતી. 

આ જમીનની કિંમત જ 350 કરોડ રુપિયા જેટલી થાય છે, જેમાં સ્ટેમ્પ ડ્યૂટી તેમજ રજિસ્ટ્રેશન ચાર્જ પણ સામેલ છે.


બીસફલ ગ્રુપ દ્વારા બનનારા આ મોલ-કમ-મલ્ટિપ્લેક્સ પ્રોજેક્ટમાં નવ લાખ ચોરસ ફુટ બિલ્ટ-અપ સ્પેસનું કન્સ્ટ્રક્શન કરવાનો પ્લાન છે. 

આ મોલનું સંચાલન મુંબઈ સ્થિત ફિનિક્સ મિલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. 

ટોટલ બિલ્ટ-અપ એરિયામાં છ લાખ ચોરસ ફુટ એરિયા લીઝ પર ઉપલબ્ધ રહેશે, 

જ્યારે બાકીની સ્પેસનો ઉપયોગ પાર્કિંગ જેવી ફેસિલિટી ઉભી કરવા માટે કરવામાં આવશે.

સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન રાજેશ બ્રહ્મભટ્ટે ના કહેવા મુજબ અમે ફિનિક્સ 

મિલ્સ સાથે કામ કરવા ઉત્સાહિત છીએ. અમે સાથે મળીને અમદાવાદમાં પ્રિમિયમ રિટેલ ડેસ્ટિનેશન ઉભું કરીશું, 

જેની ડિઝાઈન પણ યુનિક હશે, અને તેમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની વસ્તુઓ મળી રહેશે.