વગર પૈસે ટાલ પર વાળ ઉગાડવા અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાયો

10 Oct, 2016

એક સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 70 ટકા પુરુષો ટાલની સમસ્યાથી પીડાય છે. અને બહુ નાની ઉંમરે માથા પરથી વાળની ખરવાના કારણે ટાલિયા થઇ જાય છે. જેના કારણે તેમને વ્યક્તિત્વ અંગે પણ તે લધુતાગ્રંથિ અનુભવે છે. પુરુષોની આ ટાલની સમસ્યાને એન્ડ્રોજેનેટિક અલોપેશિયા કહેવાય છે. જેની શરૂઆત વાળ ખરવાથી થાય છે. અને તેના શિકાર મોટે ભાગે 25 થી 35 વર્ષના પુરુષો થાય છે. જો કે કેટલીક વાર ટાલ પડવા પાછળ આનુવંશિક કારણો પણ જવાબદાર હોય છે. બજારમાં હાલ આ અંગે ધણા ઉત્પાદનો બહાર આવ્યા છે અને વાળ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટ્રીટમેન્ટ પીડાદાયક છે. પણ આ બધુ કરતા પહેલા જો તમે પ્રાકૃતિક ઉપચારને એક મોકો આપવા માંગો છો તો વાંચી લો આ ટિપ્સ..

સરસોનું તેલ અને મહેંદીના પત્તા
1 કપ સરસોનું તેલ, 4 ટેબલ સ્પૂન મહેંદીના પત્તાને ગરમ કરીને ગાળી દો. નવસેકું તેલ થાય ત્યારે માથામાં લગાવવાથી વાળ સફેદ નથી થતા અને ખોડો દૂર થાય છે. આ સાથે વાળનો ગ્રોથ પણ સારો થાય છે.

મેથીની પેસ્ટ
મેથીને પીસે તેને નાળિયેરના તેળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને માથામાં મસાજ કરીને 30 મિનિટ સુધી રાખો અને પછી માથું ધોઇ દો. નોંધનીય છે કે, મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી અને આયરન હોય છે જે વાળની વુદ્ધિમાં સહાય કરશે.

ડુંગળી
1 ડુંગળી લઇને તેને મિક્સરમાં ક્રશ કરી તેનો રસ નીકાળો અને તેમાં એક ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. આમ, તમે આ રસને જ્યાં ટાલ પડી છે તે જગ્યા પર લગાવો અને માલિશ કરો. અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો અને પરિણામ જુઓ.

આંબળા
4થી 5 આંબળાને નાળિયેરના તેલમાં ગરમ કરી લો. પછી મિશ્રણને ઠંડુ થતા ગાળીને આ રસનો ઉપયોગ માથુ ધોતા પહેલા કરો. વાળમાં આ મિશ્રણ લગાવી 1 કલાક પછી માથું ધોવો.