444 રૂ.માં 60 દિવસો માટે રોજ 6GB ડેટા!

14 Jul, 2018

 સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે અનેક પ્રીપેડ પ્લાન્સ છે જેમાંથી એક પ્લાન છે 444 રૂ.નો પ્લાન. કંપનીએ 444 રૂ.ના આ પ્લાનમાં રોજ 6GB ડેટા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્લાનની વેલિડિટી 60 દિવસની હશે. આ પ્લાનમાં ગ્રાહકને 60 દિવસ માટે રોજ 4GB ડેટા આપવામાં આવી રહ્યો છે. 

કંપનીના આ પ્લાનમાં ગ્રાહકોને ડેટા સાથે ઓન-નેટ વોઇસ કોલિંગનો પણ ફાયદો મળશે. જોકે ઓફ નેટ કોલિંગ અને SMS જેવી સુવિધા ગ્રાહકોને નહીં મળે. BSNLના આ ટેરિફ પ્લાનમાં ઉપલબ્ધ ડેટા ખતમ થયા પછી ગ્રાહક 60 Kbpsની સ્પીડથીત ઇન્ટરનેટ એક્સેસ કરી શકશે. 


સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલ (BSNL)એ દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફોન સેવા પણ શરૂ કરી છે. આ સર્વિસ શરૂ થયા પછી  બીએલએનએલ યુઝર કંપનીની વિંગ્સ (Wings) મોબાઇલ એપથી દેશમાં કોઈપણ નંબર પર કોલ કરી શકશે.  આ પહેલાં મોબાઇલ એપથી બીજી એપ પર કોલ કરી શકાતો હતો. જોકે હવે એપથી કોઈપણ ટેલિફોન નંબર પર કોલ કરી શકાશે.  

બીએસએનએલ માને છે કે, દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મોબાઇલ નેટવર્ક ખરાબ હોય છે, જેના કારણે સ્પીચ ક્વોલિટી ખરાબ થઇ જાય છે, પરંતુ ત્યાં વાઇફાઇની મદદથી ઇન્ટરનેટ ઉપલબ્ધ થાય છે, આ સ્થિતિમાં વિંગ સર્વિસ કોઇપણ કંપનીના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કામ કરશે અને તેને એક્ટિવેટ કરી શકાય છે.