શું ખરેખર મહિલા નાગા સાધુઓ હોઈ છે ? તે વિશે આ બાબતો જાણો છો?

21 Jul, 2018

 તમે નાગા સાધુઓની રહસ્યમય દુનિયા વિશે સાંભળ્યું જ હશે પરંતુ શું તમે મહિલા નાગા સાધુઓ વિશે કોઈ બાબત જાણો છો?. મોટાભાગના લોકોને આ વાતની જાણકારી નહીં હોય કે મહિલા નાગા સાધુઓનું પણ અસ્તિત્વ છે. 

સન્યાસિન બનતા પહેલા મહિલાને 6 થી 12 વર્ષ સુધી કઠિન બ્રમચર્યનું પાલન કરવું પડે છે. ત્યાર બાદ ગુરુ જો આ વાતથી સંતુષ્ટ થાય તો મહિલાને દીક્ષા આપવામાં આવે છે.


મહિલા નાગા સન્યાસિન બનાવતા પહેલા અખાડાના સાધુ-સંતો મહિલના ઘર પરિવાર અને પાછળના જીવની તપાસ કરે છે.


જે અખાડાથી મહિલા સન્યાસિન દીક્ષા લેવા ઈચ્છે છે , તેના આચાર્ય મહામંડલેશ્વર જ તેને દીક્ષા આપે છે.


મહિલાને નાગા સન્યાસિન બનાવતા પહેલા તેનું મુંડન કરવામાં આવે છે અને નદીમાં સ્નાન કરાવાય છે.


મહિલા નાગા સન્યાસિન આખો દિવસ ભગવાનો જાપ કરે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે છે ત્યાર બાદ નિત્ય કર્મો બાદ શિવજીનો જપ કરે છે. બપોરના સમયે ભોજન અને ત્યાર બાદ ફરી શિવજીનો જપ કરે છે. સાંજે દત્તાત્રેય ભગવાનની પૂજા બાદ શયન.

સિહસ્થ અને કુંભ મેળામાં નાગા સાધુઓ સાથે જ મહિલા સન્યાસિન પણ શાહી સ્નાન કરે છે. અખાડામાં સન્યાસિનને સમ્માન આપવામાં આવે છે.


જ્યારે મહિલા નાગા સન્યાસિન બની જાય છે તો અખાડાના તમામ સાધુ સંતો તેને માતા કહીને સંબોધિત કરે છે.