સલમાનના કારણે ફિલ્મો નથી મળી રહી આ અભિનેત્રીને, કર્યો ચોંકાવનારો ખુલાસો

23 Jul, 2018

 માહી ગિલે અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ ડીથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં દર્શકોએ તેના કામના ઘણા વખાણ કર્યા હતા. ફિલ્મ ઘણી હીટ સાબિત થઇ હતી. જે માટે એકટ્રેસ માહિ ગીલને ઘણા એવોર્ડસ પણ મળ્યા. માહી માટે બોલીવુડમાં આ એક સારી શરૂઆત હતી. પર્રતુ આ વચ્ચે માહીના એક ખોટા ફેંસલાએ તેની કેરીયરમાં અચાનક બ્રેક લગાવી દીધી. આ ખોટા નિર્ણયનો જવાબદાર માહિ કોઇ બીજાને નહીં પરંતુ સલમાન ખાનને માને છે.

હાલમાં પોતાની ફિલ્મ સાહેબ બીવી અને ગૈંગસ્ટર ૩ના પ્રમોશન દરમ્યાન માહીએ ચોંકાવનારો ખુલાસો કરતા આ વાત કહી કે સલમાનની ફિલ્મ દબંગ તેના કેરીયરમાં અડચણ બની ચુકી છે. તેનું માનવું છે કે આ ફિલ્મથી તેના કેરીયરને ઘણું નુકશાન પહોંચ્યું છે.
 

માહીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહયું કે દેવ ડી પછી દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો સાથે આ ફિલ્મને કારણે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા. પ્રોડયુસર્સ તેને ફિલ્મોમાં સાઇન કરવા ઇચ્છતા હતા. પરંતુ તેને બીજા કોઇની ફિલ્મ પસંદ કરવાને બદલે દબંગ કરવાનું સારુ સમજયું. અને તે તેની સૌથી મોટી ભુલ હતી. માહીએ કહયું કે તે દબંગ ર કરવા ઇચ્છતી ન હતી પરંતુ અરબાઝ ખાને કહયું કે સીક્વલમાં પણ તેની જરૂરત છે. આ ફિલ્મ પછી પ્રોડયુસર્સ તેને નાનો રોલ્સ ઓફર કરવા લાગ્યા. માહી માને છે કે તેના ભાગ્યમાં આવું જ થવાનું લખ્યું હતું.

માહી હવે તિગ્માંશુ ઘુલિયાની ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ૩માં ફરી એક વાપસી કરી રહી છે. આ ફિલ્મ ૨૭ જુલાઇના રીલીઝ થશે. આ ફિલ્મ વિશે માહીનું કહેવું છે કે તેને આ વાતની ખુશી છે કે તે આ ફિલ્મનો ભાગ છે. તેનું કહેવું છે કે પહેલા તેને એવું લાગતુ ન હતું કે આ આટલી મોટી હીટ જશે. જણાવી દઇએ કે સાહેબ બીવી અને ગૈંગસ્ટર સીરીઝમાં માધવી દેવી (માહી ગીલ)નુ પાત્ર વધુ મજબુત દેખાશે.