આ પ્રકારનું દાન મહાદાન માનવામાં આવે છે, જાણો તેનું વિશેષ મહત્વ

29 Jan, 2018

 શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ બતાવામાં આવે છે. કહેવામાં આવે છે કે દાન કરવાથી મનુષ્યને જાણતા-અજાણતામાં કરેલા પાપોથી મુક્તિ પણ મળી શકે છે. આમ તો વ્યક્તિ પોતાના સમર્થન પ્રમાણે જે દાન આપવું તે આપી શકે છે. પરંતુ બૃહસ્પતિ સ્મૃતિમાં ત્રણ રીતના દાનને મહાદાનની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. તો આવો જાણીએ મહાદાનના વિશેષ મહત્વ વિશે….

તેને સંબંધિત એક શ્લોક પણ લખવામાં આવ્યો છે
ત્રીણયાહૂરતિદાનાનિ ગાવ: પૃથ્વી સરસ્વતી
તારયન્તિ હિ દાતાર સર્વપાપાદસંશયમ

 
 
 
 

 

ગાયનું દાન: આ શ્લોના પ્રમાણે ગાયના દાનને મહાદાનની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવામાં આવે છે કે ગાયનું દાન કરનાર વ્યક્તિ સ્વર્ગમાં જાય છે. ગાયનું દાન કરવાથી મનુષ્ય મનુષ્યની અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાયનું દાન કરવાથી જાણતા-અજાણતામાં કરેલા પાપોની પણ મુક્તિ મળી શકે છે.

વિદ્યાનું દાન: જો તમારી પાસે ધનની અછત છે તો વિદ્યાનું દાન કરી શકો છો. આ માટે લોકોને મફતમાં વિદ્યા અભ્યાસ કરાવવો અને તેમને સાચા રસ્તે લઇ જવું પણ એક રીતે વિદ્યાનું દાન કહેવાય છે. આવું કરનારા લોકો પર હંમેશા ભગવાનની કૃપા બની રહે છે.

જમીનનું દાન: કોઇ પણ જરૂરમંદ તથા મંદિર સહિત પવિત્ર કામ માટે જમીનનું દાન કરવા પર શુભ ફળ પ્રાપ્ત થાય છે. પહેલાના ધનવાન લોકો હોસ્પિટલ બનાવવા, સ્કુલ બનાવવા, મંદિર બનાવવા જમીનનું દાન કરતા હતાં. તેને પણ શાસ્ત્રોમાં મહાદાન બતાવામાં આવ્યું છે. જેથી તેમને જિંદગીમાં ક્યારેય પણ અસફળતાનો સામનો નથી કરવો પડતો.