તમારી જન્મ તારીખ ના આધારે નક્કી થઇ શકે કે તમારા અરેન્જ કે લવ મેરેજ થવાના છે

02 Aug, 2018

 દરેક વ્યક્તિ પોતાના લગ્ન વિશે અત્યંત ઉત્સાહિત હોય છે. દરેક યુવાના હૃદયમાં તેના લગ્નને લઈને આલતો પ્રથમ પ્રશ્ન એ હોય છે કે તે તે લવ મેરેજ કરશે કે અરેંજ મેરેજ કરશે. લગ્ન વિશેના તમારા બધા પ્રશ્નોના જવાબ તમારી બર્થ ડેટમાં છુપાયેલો છે. 

 
1
જે કોઈ પણ મહિનાના 1,10,19,28 તારીખે જન્મે છે તેમનો મુળાંક 1 કહેવાય છે. આ લોકો ઘણીવાર શરમાળ સ્વભાવના હોય છે. આવા લોકો પોતે પ્રેમનો પ્રારંભ કરી શકશે નહીં. આ કારણના લીધે તેમના લવ મેરેજ થવા અધરા છે. આ આંકડો સૂર્યનો પ્રતીક છે.
 
2
જે લોકો 2,11,19 અને 2ના તારીખે જન્મ્યા છે તેમના મુળાંક 2 છે. આવા લોકો ઘણું વિચારીને પ્રેમ કરે છે. આવા લોકો પ્રેમમાં પડ્યા પછી પાછળ હટતા નથી.
 

 
3
જે લોકો 3, 12, 21 અને 30 મી તારીખે જન્મે છે તેમનો મુળાંક 3 હોય છે. આ આંકડાવાળા લોકો લવ મેરેજમાં ખૂબ જ સફળ થાય છે.
 
4
આ લોકો(4,13,22,31) ક્યારેય પ્રેમમાં માનતા નથી. આવા લોકો એક કરતાં વધુ પ્રેમ સંબંધ રાખે છે અને તેથી આ પ્રેમ લગ્ન કરવા માટે ગંભીર હોતા નથી.
 
5
જેઓ 5મી, 14મી અને 23મા દિવસે જન્મે છે તેઓનું મુળાંક 5 હોય છે. આવા લોકો પરંપરાગત સંબંધોને નિભાવવામાં માને છે. આ લોકો ફક્ત પરિવારની સંમતિ સાથે લગ્ન કરે છે.
 
6
જે કોઈ પણ મહિનાના 6ઠ્ઠી, 15મી અને 24મી તારીખે જન્મે છે, તેમનું મુળાંક 6 છે. આવા લોકો પ્રેમ લગ્નમાં સફળતા મેળવે છે પરંતુ એકથી વધુ પ્રેમ સંબંધને કારણે યોગ્ય વ્યક્તિ ગુમાવી દે છે.
 

 
7
જો વ્યક્તિ કોઈ પણ મહિનાની 7, 16 કે 25ના રોજ જન્મે છે તેઓનો નમ્બર 7 છે. આવા લોકો પ્રેમમાં પડે છે પરંતુ જ્યાં સુધી લગ્નની વાત આવે છે ત્યારે તેઓ છટકે છે. આ લોકો, પારિવારિક સભ્યોની સંમતિ સાથે લગ્ન કરે છે.
 
8
જો કોઈ વ્યક્તિનો મહિનાની 8, 17 કે 26ન રોજ જન્મ થયો હોય તો તેમનો મુળાંક 8 છે. આ ખુશખુશાલ લોકો લવ મેરેજ જ કરે છે. પરંતુ તેમનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય હોય છે. પતિ અને પત્ની વચ્ચે ઘણો પ્રેમ હોય છે.
 
9
જો વ્યક્તિ કોઈ પણ મહિનાની 9, 18 કે 27ના રોજ જન્મે છે, તો તેમનો મુળાંક 9 હશે. આવા લોકો પ્રેમ લગ્નમાં વધારે માને છે.