૯ પાસ યુવક સાથે થયો ૧૦૦ કરોડની માલકિનને પ્રેમ, ૬ વાર કરાવવો પડયો ગર્ભપાત

15 Jun, 2018

 હાઇપ્રોફાઇલ શુભાંગના સુસાઇડ કેસ એકવાર ફરી ચર્ચામાં છે. તેના પતિ રાજકુમાર પર શુભાંગનાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ છે.


આ હાઇપ્રોફાઇલ મોતના મામલામાં જણાવવામાં આવે છે કે ગ્રેજયુએટ શુભાંગનાએ ૯ ધોરણ પાસ રાજકુમારથી દિલ્હી જઇને આર્યસમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા રાજકુમાર રેકડીમાં ઇંડા વેચતો.
 


ત્યારપછી રાજકુમારે એમઆઇ  રોડ પર કેસેટની દુકાન ખોલી. લગ્ન પહેલા શુભાંગનાનું નામ રુચિરા સુરાણા હતું. એમઆઇ રોડ પર શુભાંગનાના પિતાની ઓફીસ હતી. શુભાંગનાને ગીત સાંભળવાનો ઘણો શોખ હતો. આ દરમ્યાન શુભાંગના રાજકુમારની દુકાન પર આવવા લાગી.

 

 


રાજકુમાર અને શુભાંગનાની વચ્ચે આ દરમ્યાન પ્રેમ થઇ ગયો અને શુભાંગનાએ ઘરવાળાઓની વિરુદ્ધ જઇને રાજુકમારની સાથે લગ્ન કરી લીધા. રાજકુમાર અને શુભાંગનાના બે બાળકો છે. મોટી દીકીરનું નામ વૃદ્ધિ સાવલાની અને દીકરા મિહિર સાવલાની. લગ્ન પછી શુભાંગનાએ જસોદા દેવી કોેલેજ એન્ડ ઇસ્ટીટયુશન્સની શરૂઆત કરી અને તેની ચેરપર્સન પણ બની.


રાજકુમારની કુટેવોથી કંટાળી શુભાંગનાએ મે મહિનામાં પોતાના એડવોકેટની પાસે ઇ-મેલ અને વોટસએપ મોકલ્યા હતા. મેસેજમાં શુભાંગનાએ લખ્યું હતું કે તેની મુલાકાત રાજકુમારથી ૧૬ વર્ષની ઉંમરમાં થઇ હતી ત્યારે જ તેની સાથે સંબંધ બની ગયા.

 

 


રાજકુમારથી લગ્ન પહેલા ૩ વાર અને લગ્ન પછી ૩ વાર ગર્ભપાત કરાવ્યું હતું. શુભાંગનાએ મેલ પર ઉલ્લેખ કર્યો છે કે રાજકુમારને શુભાંગનાની મરજી વિરુદ્ધ ૬ વાર ગર્ભપાત કરાવ્યો હતો. શુભાંગનાએ વકીલને જે લેખિતમાં આપ્યું છે, તેના અનુસાર બનીપાર્ક ઇલામાં પાસ-પાસ રહેવાના કારણે ૧૯૯૬માં રાજકુમારથી ઓળખાણ થઇ હતી. બીજા વર્ષે લગ્ન કરી લીધા હતા.


બે બાળકો થયા પછી છેલ્લા થોડાક વર્ષોમાં બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. રાજકુમાર દારૂ પીવાની ટેવ વાળો હતો. તેની મારપીટથી હેરાન થઇને જયારે તેને રાજકુમારની વિરુદ્ધ મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી તો કાઉન્સલીંગ દરમ્યાન રાજીનામું કરી લીધું. ત્યાર પછી મોટા ભાગે અલગ અલગ રહેવા લાગ્યા.


શુભાંગના ૨૬ ઓગસ્ટના સી સ્કીમ સ્થિત બંગલા પર લટકેલી મળી હતી. પિતા પ્રેમ સુરાણાએ ફંદા પર ઉતારીને હોસ્પિટલ લઇ ગયા હતા. ઘટના પછીથી રાજકુમાર ફરાર હતો. જેને લગભગ ૨૫ દિવસ પહેલા અજમેર રોડ સ્થિત એક હોટલથી ઘરપકડ કરવામાં આવી હતી.