દર ૪૧ વર્ષ પછી કોને મળવા આવે છે હનુમાનજી, જાણો બજરંગબલીનું રહસ્ય

28 Mar, 2018

 હનુમાનજી આજે પણ આ પૃથ્વીપર જીવીત છે અને ભ્રમણ કરે છે કેમ કે તેને ચિરંજીવી થવાનું વરદાન પ્રાપ્ત છે.

એવો દાવો કરવામાં આવે છે હનુમાનજી દર ૪૧ વર્ષ પછી એક આદિવાસી સમુહને મળવા આવે છે. સેતુ એશિયા નામની એક વેબસાઇટએ દાવો કર્યો છે કે શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી સમુહને હનુમાનજી પ્રત્યેક ૪૧ વર્ષ પછી મળવા આવે છે.

હનુમાનજી માતંગ ઋષિના શિષ્ય હતા. કહે છે કે માતંગ ઋષિના આશ્રમમાં હનુમાનજીનો જન્મ થયો હતો. ભારતના દક્ષિણી રાજયોમાં માતંગ સમાજના લોકો આજે પણ રહે છે. તેના પૂર્વજ માતંગ ઋષી જ હતા.

સેતુ વેબસાઇટ અનુસાર શ્રીલંકાના જંગલોમાં એવી કબીલાઇ સમુહ રહે છે જો પુરી રીતે બાહરી દુનિયાથી કપાયેલું છે. આ આદિવાસી સમુહ શ્રીલંકાના પિદુરુ પર્વતના જંગલોમાં રહે છે.

વેબસાઇટનો દાવો છે કે ર૭ મે ર૦૧૪ના હનુમાનજી આ આદિવાસી સમુહની સાથે અંતિમ દિવસ વિતાવ્યો છે. હવે ત્યારપછી હનુમાનજી ૨૦૫૫માં ફરીથી મળવા આવશે.

ભગવાન રામના મૃત્યુ પછી હનુમાનજી અયોધ્યાથી પાછા આવીને દક્ષિણ ભારતના જંગલોમાં રહેવા લાગ્યા. ત્યારપછી તે શ્રીલંકા ચાલ્યા ગયા. આ સમયે હનુમાનજી ત્યાં સુધી શ્રીલંકાના જંગલોમાં રહ્યા, આ આદિવાસી સમુહના લોકોએ તેની સેવા કરી. હનુમાનજીને આ કબીલાના લોકોનો બ્રહમજ્ઞાનનો બોધ કરાવ્યો. અને તેને વચન આપ્યું કે તે દર ૪૧ વર્ષ પછી અહીં આ કબીલાઓને બ્રહજ્ઞાન આપવા આવશે.