મહિલાઓએ પોતે જ ખોલ્યો રાઝ... લગ્ન પછી આ કારણે વધી જાય છે વજન

24 Mar, 2018

 લગ્ન પછી વજન વધવાનો એક સારો સંકેત માનવામાં આવે છે. વધુમાં વધુ લોકોને એમ જ લાગે છે કે શારીરિક સંબંધ બનાવાને કારણે વજન વધી જાય છે. પરંતુ હકીકત કંઇક અલગ છે.

પરંતુ શું કયારેય તમે લગ્ન પછી વધતા વજનની સાચી હકીકત જાણવાની કોશિષ કરી છે ? તો જાણો લગ્ન પછી કેમ વધી જાય છે વજન. લોકોને એમ જ લાગે છે કે લગ્ન પછી શારીરિક સંબંધ બાંધવાથી લોકોનો વજન વધી જાય છે. કેમ કે શારીરિક સંબંધ બાંધવાથી મહિલાઓના શરીરમાં ઘણી રીતના હોર્મોનલમાં બદલાવ આવે છે. પરંતુ હજુ સુધી આ કોઇ અભ્યાસમાં સામે નથી આવ્યું કે આ વાતની પુષ્ટિ કરવામાં આવી હોય.

લગ્નમાં સ્લીમ અને ખુબસુરત દેખાવાની દરેક મહિલાની ઇચ્છા હોય છે. આ ઇચ્છામાં ઘણી મહિલાઓ પોતાના લગ્નનો સમય નજીક આવે ત્યારે વજન ઓછું કરવામાં લાગી જાય છે. જયાં કેટલીક મહિલાઓ જીમ જઇને કલાકો એકસરસાઇઝ કરે છે, ઘણી મહિલાઓ ડાયટીંગ કરે છે. પરંતુ લગ્ન થતા જ મહિલાઓ પોતાના જીવનમાં એટલી વ્યસ્ત થઇ જાય છે કે તે પોતાના પર ધ્યાન જ નથી આપી શકતી. અચાનકથી લાઇફસ્ટાઇલ બદલાવાને કારણે ઝડપથી તેનું વજન વધી જાય છે.

આપણા સમાજમાં લગ્ન પછી પરણિત કપલને બધા સંબંધીઓના ઘરે જમવા જવાની પરંપરાતો સદીઓથી ચાલી આવે છે. આ પરંપરાને કારણે કપલ જમવાની આદતમાં ઘણો બદલાવ આવે છે અને તે પહેલાથી વધારે જમવા લાગે છે. જે કારણે લગ્ન પછી વજન વધી જાય છે.

લગ્ન પછી વજન વધવાનું એક કારણ કપલની વચ્ચે એક બીજા પ્રત્યે પ્રેમ અને ખુશહાલ જીવન પણ છે. વર્ષ ૨૦૧૩માં પ્રકાશિત હેલ્થ સાઇકોલોજી આર્ટીકલમાં પણ જણાવ્યું છે કે જે કપલને એક બીજા પ્રત્યે વધારે પ્રેમની ભાવના, સુરક્ષા અને ખુશીનો અહેસાસ હોય છે તે લોકોનું વજન ઝડપથી વધી જાય છે.

લોકોની એવી ધારણા છે કે લગ્ન પછી માત્ર મહિલાઓનો જ વધી જાય છે. પરંતુ આવુ જરાય નથી. જણાવી દઇએ કે લગ્ન પછી જેટલી ઝડપથી મહિલાઓનો વજન વધે છે એટલી ઝડપથી પુરૂષોનો પણ વજન વધે છે. આ વાત એક અભ્યાસમાં પણ સાબિત થઇ ચુકી છે.