સ્ત્રીઓના શર્ટમાં બટન કેમ ડાબી બાજુએ હોય?

29 Jun, 2018

 શું આપને એ ખ્યાલ છે કે સ્ત્રી અને પુરુષના શર્ટમાં બટન અલગ અલગ બાજુ શા માટે ટાંકવામાં આવે છે? 

 
સામાન્ય રીતે એવું મનાવામાં આવે છે કે એક સ્ત્રી પોતાના બાળકને ડાબા હાથે તેડે છે, જેથી તેનો જમણો હાથ ફ્રી રહી શકે. ત્યારે એક માતા માટે પોતાના બાળકને સ્તનપાન કરવાવું સરળ રહે એ માટે તેની શર્ટના બટન ડાબી બાજુએ ટાંકવામાં આવે છે
 

 
યુરોપમાં પૈસાદાર સ્ત્રીઓને કપડા પહેરાવવા સેવકો રખાતા હતા. જે મોટેભાગે જમણેરી હતા. સર્વન્ટ્સને કપડા પહેરાવવામાં ખાસ તકલીફ ના પડે એ માટે તેમના બટન શર્ટની ડાબી બાજુએ રાખવામાં આવતા હતા.
 
મહિલાએ શર્ટ કે એવા કપડાં કે જેમા બટનનો ઉપયોગ કરાતો હોય, એ પહેરવાની શરુઆત લગભગ યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ વખતે કરી હતી. એ વખતે જે પરંપરા શરુ થઇ હતી, એ બાદમાં ટ્રેન્ડ સેટર બની ગઇ. અને મહિલાઓએ માટેના કપડામાં બટન ડાબી બાજુએ જ ટાંકવાની પરંપરા શરુ થઇ ગઇ.