વેલેન્ટાન ડે નજીક છે ત્યારે રાશિ પરથી જાણો, કઈ યુવતી તમને કેટલો પ્રેમ કરશે..?

07 Feb, 2015

દર વર્ષે જુવાન છોકરા અને છોકરીઓ 14 ફેબ્રુઆરીની રાહ જોઇને બેઠા હોય છે અને તે દિવસ આવતાની સાથે જ પોતાની મનપસંદ પાર્ટનર કે ગર્લફ્રેન્ડને મળવા અવનવા અખતરા કરતા હોય છે. અલગ અલગ ડે પણ મનાવવામાં આવે છે, જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે વગેરે સામેલ હોય છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ પ્રમાણેની વ્યક્તિ તે પ્રમાણેનું વર્તન કરતી હોય છે. રાશિ પરથી તમે જાણી શકો છો કે યુવતી તમને કેટલો પ્રેમ કરશે :

મેષ રાશિ - મેષ રાશિની યુવતીઓ સાચા પ્રેમની શોધ કરતી રહેતી હોય છે, પરંતુ જ્યારે પ્રેમ મળે ત્યારે તેઓ માત્ર આકર્ષાય છે, પ્રેમ કરી શકતી નથી. મેષ રાશિની મહિલા તમને પ્રભાવિત કરીને તમને પોતાની જાળમાં ફસાવી શકે છે. તેઓ હંમેશા પ્રેમીના જીવનમાં પોતાનું મહત્વ ઈચ્છતી હોય છે.

વૃષભ રાશિ - વૃષભ રાશિની યુવતીઓને પ્રેમ નિર્મલ અને મધુર હોય છે, તેમના પ્રેમમાં મીઠાશ જોવા મળે છે. તેનો પ્રેમ ચુંબક જેવું કામ કરે છે. આ રાશિની મહિલાઓ જેને પણ પ્રેમ કરે છે, તેની સાથે ઈમાનદારીથી પ્રેમ કરે છે. આવી યુવતીઓનું મન શાંત અને સ્થિર હોય છે. તેઓ દેખાવ કરવામાં માનતી નથી, પરંતુ જો તેઓને ગુસ્સો આવી જોય તો શાંત રાખવું અઘરું બની જાય છે. આવી મહિલાઓ એક જ પ્રેમી ઈચ્છતી હોય છે અને વિશ્વાસલાયક હોય છે.

મિથુન રાશિ - મિથુન રાશિની મહિલાઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવની હોય છે. જો તેને પોતાના પ્રેમી પર શંકા જાય તો કોઈપણ રીતે શોધી કાઢે છે. તેઓ ચંચળ સ્વભાવની હોય છે અને પ્રેમ માટે ભટકતી રહે છે. જો કે તેનો મતલબ એ નથી કે તેઓ બેવફા હોય છે, પરંતુ મિથુન રાશિમી મહિલા ઝડપથી કોઈ પુરુષના પ્રેમમાં પડતી નથી, તે પહેલાં પારખે છે. આવી મહિલાઓના સપનાં પણ ચંચળ હોય છે. તેઓ પ્રેમને પણ કાલ્પનિક રીતે જીવવા માંગે છે. આવી મહિલાઓ પોતાના જીવનનાં બધાં પાનાં સામેની વ્યક્તિ સામે ખોલી દે છે. આવી મહિલાઓમાં ઈર્ષ્યા ભાવ અન્ય રાશિની મહિલાઓ કરતાં વધુ હોય છે.

કર્ક રાશિ - કર્ક રાશિની મહિલાઓને આસાનીથી માનતી નથી. તેમના માટે પ્રેમમાં ગિફ્ટ, ફૂલ અને પ્રેમ પત્રો મહત્વનાં હોય છે અને આ વસ્તુઓ આપવાથી તે જલ્દી મોહિત થઈ જાય છે. તેઓને પ્રેમ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી. તેઓ પ્રેમ કરે ત્યારે સમર્પિત થઈને રહેતી હોય છે. કર્ક રાશિની મહિલાઓ થોડી જીદ્દી સ્વભાવની હોય છે.

સિંહ રાશિ - સિંહ રાશિની મહિલાઓ સ્વભાવમાં તીવ્રતા અને ઝૂનુન ધરાવતી હોય છે. પુસ્તકો અને ફિલ્મોનાં પ્રેમને પામવાની કોશિશ સિંહ રાશિની યુવતીઓ પહેલાં કરતી હોય છે. તે પૂરી દુનિયામાં પોતાના પ્રેમને કેન્દ્રમાં રાખે છે. સિંહ રાશિની યુવતી સમાધાન કરવા તૈયાર થતી નથી. એક ક્ષત્રિય પ્રેમી સિંહ રાશિની યુવતી તરફ જલ્દી આકર્ષાય છે.

કન્યા રાશિ - કન્યા રાશિની યુવતીમાં આંતરિક શક્તિ અને દ્દઢ સંકલ્પ કરવાની શક્તિ હોય છે. તેઓના વ્યવહારમાં પણ પ્રેમ દેખાઈ આવે છે. તેઓ ભાવુક હોય છે અને સંબંધો પ્રત્યે વધુ ધ્યાન આપે છે. આવી યુવતીઓ એક સમયે એક જ યુવકને પ્રેમ કરતી હોય છે.

તુલા રાશિ - તુલા રાશિ વીનસ દ્વારા શાસિત હોય છે. પ્રેમમાં સંતુલન રાખી શકે છે. તે પ્રેમનો ભરપૂર આનંદ માણે છે અને તેને સમર્પિત થઈને રહે છે. તેઓ આરામપ્રિય અને પ્રેમ ઈચ્છુક હોય છે. તેઓ દિમાગથી ખેલવું પસંદ કરતી નથી.

વૃક્ષિક રાશિ - વૃક્ષિક રાશિની મહિલાઓ પ્રેમમાં ભરપૂર પડવા માંગે છે અને સેક્સી હોય છે. તેઓ છૂપાવવામાં માહેર હોય છે અને ગંભીર રહેતી હોય છે. વાસ્તવિક ભાવનાઓ સાથે તેમને કોઈ ખાસ નિસ્બત હોતી નથી.

ધન રાશિ - ધન રાશિની મહિલાઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ પતિની કલ્પના કરતી હોય છે. તેઓ પ્રેમની શરૂઆત પહેલાં દોસ્તીથી થાય તેવું ઈચ્છતી હોય છે. આવી મહિલાઓ ઈમાનદાર અને વિશ્વસનીય હોય છે.

મકર રાશિ - મકર રાશિની મહિલાઓ ના તો પહેલી જ નજરમાં પ્રેમમાં પડે છે અને ના તો પ્રેમ પાછળ સમય બરબાદ કરવા ઈચ્છે છે. તેઓ પ્રેમમાં વિશ્વાસ કરે છે, પરંતુ ભાગ્ય પર વિશ્વાસ કરતી નથી. તે અન્યો કરતાં પોતાની જાત પર પહેલા ભરોસો રાખે છે. તે પહેલાં પોતાના સાથીને સમજવાની કોશિશ કરે છે અને બાદમાં પોતાની સંમતિ દર્શાવે છે.

કુંભ રાશિ - કુંભ રાશિની મહિલાઓ માટે પ્રેમ એ માત્ર એક રમત છે, પરંતુ ખૂબ જ વિશ્વાસ સાથે તેઓ આ રમત રમી લેતી હોય છે. તે અવારનવાર પોતાના પ્રેમીની પરીક્ષા લેવાનું ઈચ્છતી હોય છે. પ્રેમી સાથે તે દરેક તકલીફમાં ઉભી રહેવા તૈયાર રહે છે.

મીન રાશિ - મીન રાશિની મહિલાઓ પ્રેમ માટે અલગ જ લાગણી ધરાવે છે. તેઓ સપનામા પણ પ્રેમ જોવાનું ઈચ્છતી હોય છે. તેઓ સમય વીતતો જાય તેમ પ્રેમમાં ગંભીર થતી હોય છે. તે બરાબર તપાસ બાદ જ પ્રેમીને હા પાડતી હોય છે. આવી મહિલાઓને અન્ય સુખ કરતાં પ્રેમમાં અલિપ્ત રહેવું વધુ ગમતું હોય છે.