દરેક વ્યક્તિના આ પાંચ અંગો પરથી જાણી લો તેમના સ્વભાવની છુપી વાતો!

07 Jul, 2018

 જ્યોતિષમાં શારીરિક લક્ષણો અને બનાવટનું ઘણું મહત્વ હોય છે. આ લક્ષણોના આધારે કોઇપણ વ્યક્તિના સંબંધમાં સટીક ભવિષ્યવાણી કરી શકાય છે અને સ્વભાવ પણ જાણી શકાય છે. કોઇપણ વ્યક્તિને મળતી વખતે સૌથી પહેલા આપણી નજર તેના ચહેરા પર પડે છે. સામેવાળી વ્યક્તિના ચહેરાની બનાવટ, તેની આંખો, બોલચાલની સ્ટાઈલની આપણે હંમેશા નોધ કરીએ છીએ. માણસના ચહેરા અને એક્સપ્રેશન દ્વારા જ વ્યક્તિ કેવો છે તે આસાનીથી આપણે જાણી શકીએ છીએ કારણ કે દરેક વ્યક્તિના ચહેરાની બનાવટ અને સ્વભાવ અલગ-અલગ હોય છે.

સમુદ્રશાસ્ત્ર પ્રમાણે કોઈપણ વ્યક્તિનો ચહેરો એક ખુલ્લી પુસ્તક જેવો હોય છે, જેના માધ્યમથી તેના વ્યક્તિત્વ અને વિશે ઘણુબધુ આસાનીથી જાણી શકાય છે. ચહેરાનો મહત્વપૂર્ણ હિસ્સો હોય છે હોઠ. હોઠ ચહેરાને આકર્ષક બનાવે છે.
 
 

 

જાણો કેવા હોઠવાળી વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છેઃ-

સંકુચિત હોઠ – નાના –પાતળા હોઠ સંકુચિત હોઠ કહેવાય છે. જો કોઇ વ્યક્તિના આવા હોઠ હોય અને તે બેરંગ હોય તો તેવા વ્યક્તિ દેખાડો કરનારા હોય છે.

જાડા હોઠ – જે વ્યક્તિના હોઠ સામાન્યથી વધારે જાડા દેખાઇ દેતા હોય તે ક્રોધી, ભાવુક અને જિદ્દી સ્વભાવવાળા હોય છે.

રસિક હોઠ – લાલ રંગ, મૃદુ, ચિકણા, કલાત્મક હોઠ રસિક હોઠ કહેવાય છે. આવા હોઠવાળા વ્યક્તિ સુંદર, કલાત્મક અને સારા સ્વભાવવાળા હોય છે. ગુલાબી હોઠ- જે વ્યક્તિના હોઠ ગુલાબી રંગના હોય તે વ્યવહાર કુશળ, ઉદાર અને બુદ્ધિમાન હોય છે.

ઉપસેલા હોઠ – જે લોકોના હોઠ સામાન્ય સ્થિતિથી અધિક ઉપસેલા હોય તો તે ડરપોક સ્વભાવના હોય છે.

અંદરની તરફ વળેલા હોઠ – જે વ્યક્તિના હોઠ સામાન્ય સ્થિતિથી વધારે અંદર હોય અને અંદરની બાજુ વળેલા હોય તે રહસ્યમયી સ્વભાવના હોય છે.

મોટા હોઠ – મોટા હોઠ વાળા લોકો બહુ ખાનારા અને જ્લદી આવેશમાં આવનારા હોય છે.

ગાલ ચહેરાની સુંદરતા વધારે છે એટલુ જ નહીં ગાલ તમારા સ્વભાવનો પણ પરિચય આપે છે. શરીર લક્ષણ વિજ્ઞાન અંતર્ગત ગાલોનો આકાર-પ્રકાર, રંગ, ભરાવો(ભરાવદાર) અને ચમક પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ, ચરિત્ર તથા કાર્યક્ષમતાનું અનુમાન લગાવી શકાય છે.

ગાલનો રંગ લાલ હોય તો
જેના ગાલ લાલ રંગના હોય છે તે ક્રોધી, સાહસી, યુદ્ધપ્રિય અને ઉત્તેજીત વ્યક્તિત્વવાળો હોય છે. એવા લોકોમાં અનેક વિશેષતાઓ હોય છે.

 

 

ગુલાબી રંગના ગાલ વ્યક્તિની સંતુલિત માનસિકતાને દર્શાવે છે.

જે વ્યક્તિના ગાલનો રંગ પીળો હોય છે તે બીમાર રહે છે. એવા લોકો નિરુત્સાહી અને ભયભીત રહેનારા હોય છે.

જો ગાલોનો રંગ ઘઉંવર્ણો કે કાળો હોય તો એવા વ્યક્તિ હૃદયરોગી, દારુના શોખીન અને નિમ્ન વિચારસરણીવાળા હોય છે.

 

ભરાવદાર ગાલઃ- એવા લોકો જેના ગાલ વધારે ભરાવદાર હોય તેઓ ભારે શરીરવાળા, ભોગી, સમૃદ્ધ તથા વિલાસી હોય છે. તેમનો માનસિક વિકાસ શરીરની સરખામણીએ ઓછો હોય છે. જો ગાલ સામાન્ય ભરાવદાર, સુવાળા તેમજ તેજ વાળા હોય તો તે વ્યક્તિમાં શારીરિક તથા માનસિક શક્તિ સંતુલિત હોય છે. તેમાં આકર્ષણ, પ્રભાવ અને વ્યવહારિકતાના ગુણ પણ હોય છે.

 

સુકા ગાલઃ-અસંતુલિત આહાર, માનસિક ચિંતા તથા ઇર્ષાવૃત્તિવાળા લોકોના ગાલ બેઠેલા અને સુકા હોય છે. આવા વ્યક્તિ ક્રોધી, ચિડિયા અને અસફળ હોય છે.

 

નિમ્ન ગાલઃ- આ પ્રકારના ગાલ સામાન્ય સ્નાયુબદ્ધતાવાળા, ગુલાબી રંગના અને સુવાળા હોય છે. એવા ગાલ વ્યક્તિના સૌંદર્ય, સહનશીલતા, ચાતુર્ય, પરિશ્રમ, ઉદારતા, વિપરિત યોન આકર્ષણ તથા સમૃદ્ધિના પરિચાયક હોય છે.