ભક્તિરામ કેવી રીતે બન્યો બાપા બજરંગદાસ, વાંચો સમગ્ર કહાની

02 Jun, 2018

 ભાવનગરના મહુવા તાલુકામાં બગદાણા આવેલું છે. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાય ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યા બાપાની મઢુલી નહીં હોય. બજરંગદાસ બાપાની લોકોમાં આસ્થા એટલી વધી ગઈ છે કે આજે મોટી સંખ્યામાં લોકો બગદાણા ઉમટી પડે છે. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

906ના વર્ષમાં ભાવનગરના અઘેવાડા ગામમાં હિરદાજી અને શિવકુંવરબા નામનો રામનંદી પરિવાર રહેતો હતો. શિવકુંવરબા સગર્ભા અવસ્થામાં પિયર જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમને પ્રસવ પીડા ઉપડતા કેટલીક મહિલાઓ તેમને બાજુમાં ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે લઇ ગઇ હતી. મંદિરમાં આરતીના રણકાર સાથે જ શિવકુવંરબાને ત્યાં પુત્રરત્ને જન્મ લીધો.
રામાનંદી સાધુ હોવાથી તેમણે પુત્રનું નામ ભક્તિરામ રાખ્યું હતું. એક દિવસ ભક્તિરામ મોડે સુધી સુઇ રહ્યાં હતા ત્યારે પિતા હિરદાસ અને માતા શિવકુંવરબા તેમને જગાડવા માટે પહોંચ્યા. ત્યારે તેમણે જોયું કે તેમની બાજુંમાં એક સાપ હતો. પુત્ર ભક્તિરામની ભક્તિ એવી હતી કે તેઓ માત્ર ધોરણ 2 સુધી જ ભણ્યા હતા. તેઓ 11 વર્ષની ઉમરે સીતારામ બાપુ પાસે દિક્ષા લીધી અને સમાધિમાં લીન થઇ ગયા.
ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલું જ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખુ જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે. સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા.