ચોમાસામાં જો ફરવા જવું હોઈ તો ચોક્કસ જજો કેરાલા, ત્યાં જઈને શું શું કરશો ?

14 Jul, 2018

 કેરળને God’s Own country કહેવામાં આવે છે. તમે વર્ષમાં ગમે તે સમયે કેરળની મુલાકાત લો, તમે ક્યારેય નિરાશ થઈને પાછા નહીં ફરો. પણ ચોમાસામાં અહીંની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. વરસાદની સીઝનમાં ચારે બાજુ હરિયાળી, બેકવોટર્સ, ઠંડી હવા અને વાદળોથી ઢંકાયેલું આકાશ, આ સીઝનને રોમાન્સની સીઝન બનાવી દે છે. જો તમે આ ચોમાસામાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો કેરળ સૌથી બેસ્ટ ઓપ્શન છે.

જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કેરળમાં વોટર સ્પોર્ટ્સની સીઝન હોય છે. આ દરમિયાન એલપ્પુઝાના બેકવોટર્સમાં સ્નેક બોટ રેસનું આયોજન થાય છે. તેમાં સૌથી ફેમસ છે નેહરુ ટ્રોફી બોટ રેસ, જેનું આયોજન દર વર્ષે ઓગષ્ટના બીજા અઠવાડિયામાં થાય છે. આ રેસનું સૌથી મોટું આકર્ષણ હોય છે તેની બોટ્સ જે લગભગ 30 મીટર લાંબી અને સાપની આકૃતિની હોય છે.

ચોમાસામાં જ અહીં 10 દિવસ સુધી પાકનો તહેવાર ઓનમ ઉજવવામાં આવે છે. આ દરમિયાન કેળાના પાન પર અત્યંત ટેસ્ટી ભોજન સર્વ કરવામાં આવે છે. તમે ઈચ્છો તો ત્યાંની લોકલ રેસ્ટોરાંમાં જઈને પણ આ ટેસ્ટી ફૂડની મજા લઈ શકો છો

કેરળમાં તમને એકથી વધીને એક સ્પા અને વેલનેસ સેન્ટર્સ મળી રહેશે. તમારી બધી જ સમસ્યાઓ અને સ્ટ્રેસ ભૂલવા માટે તમે આ વેલનેસ સેન્ટર્સનો પ્રયોગ કરી શકો છો. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે, ચોમાસાનું ઠંડુ વાતાવરણ શરીરના કાયાકલ્પ માટે બેસ્ટ છે. તમે આ વેલનેસ સેન્ટર્સમાં બુકિંગ કરાવીને સ્પા, ઓઈલ બેસ્ડ થેરાપી, યોગ અને બેલેન્સ ડાયટનો ફાયદો ઉઠાવી શકો છો.

કેરળના વયનાડ સ્થિત સુંદર પહડો, પ્લાન્ટેશન, રેનફોરેસ્ટ અને વોટરફોલ જોઈને તમારો આખા વર્ષનો થાક ઉતરી જશે. વયનાડનું ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ પણ દર વર્ષે જુલાઈમાં એન્યુઅલ મોનસૂન કાર્નિવલનું આયોજન કરે છે, જેમાં રન ટ્રેક, લોકલ સ્પોર્ટ્સ જેમ કે મડ ફુટબોલ અને તિરંદાજી જોઈ શકો છો.