મહેનત કરવા છતાં કડકાઇથી પરેશાન છો તો પર્સમાં રાખો આ નાનકડી વસ્તુ, ચોકકસ લાભ થશે

01 Mar, 2018

મહેનત કરવા છતાં કડકાઇથી પરેશાન છો તો પર્સમાં રાખો આ નાનકડી વસ્તુ, ચોકકસ લાભ થશે
ઘણા લોકો સખ્ત મહેનત કરતા હોય છતાં તેમની પાસે પૈસા ટકતા નથી. જેટલું કમાઇ એટલું ગુમાવી દે છે. પેસા એવી વસ્તુ છે કે તેના વગર ચાલતું નથી. તેના વગર આપણા પરિવારની ખુશી નથી મેળવી શકતા. જીવનમાં મોટાં ભાગના પ્રશ્નો એ પૈસાથી જ સોલ્વ કરી શકાય છે. માટે પૈસોએ જિંદગીનું અતિ મહત્વનું પરિબળ છે. પૈસાનું મહત્વ એચલું છે કે પૈસા વગરની જિંદગીને એક અભિશાપ માનવામાં આવે છે.  કેટલાંક લોકો એવા પણ હોય છે કે તે નીતિવાન અને ઓછી આવક હોવાછતાં જીવનમાં બધું જ સમયસર મેળવીને સુખી રહેતા હોય છે તો કેટલાંક લોકો એવા પણ હોય છે કે લખલૂંચ પૈસો હોવા છતાં જિવનમાં પારાવાર સમસ્યાઓથી પીડાતા હોય છે. પૈસાની તકલીફોમાં જ જીવન ગુજારતા હોય છે. જો તમે પણ આમાંના એક હોય તો આ પર્સ વાસ્તુ ટિપ્સ તમારા માટે ખાસ ઉપયોગી છે તેનો આજથી જ અમલ કરવો શરૂ કરી દો, તેનાથી ચોક્કસ લાભ થશે.પર્સ વાસ્તુ ટિપ્સ
તમારા પર્સનો રંગ તપાસી લો. તમારા માટે નસીબદાર હોય તેવા રંગનું પર્સ કે બટવો રાખો.
તમારા બટવામાં ધનની દેવી લક્ષ્મી અને ગણપતિની એક તસવીર રાખો. માં લક્ષ્મીની કૃપાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહિં રહે.
તમારા પર્સમાં એક કોડી રાખો. તેનાથી પણ લક્ષ્મી કૃપા બની રહેશે.


તમારા પર્સમાં કમળકાકડી રાખો તે પણ લક્ષ્મીને ખેંચીને લાવશે.
તમારા પર્સમાં ચોખા રાખો. જે ખોટાં ખર્ચાને રોકી બરકત આપશે.
તમારા પર્સમાં શ્રીયંત્ર રાખો. તેનાથી પણ લક્ષ્મી કૃપા રહેશે.
તમારા પર્સમાં એક નાનકડો અરીસો રાખો. તેનાથી પણ પૈસાની કમી ક્યારેય નહિં રહે.