કરિનાએ વધારી દીધી ફી, જુવો એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે કરિના

11 Aug, 2018

બોલિવુડની એક્ટ્રેસ કરિના કપૂર ખાન માતા બન્યા પછી તેની કમબેક ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં ધમાકેદાર પરફૉર્મન્સ આપ્યુ હતુ,  આ ફિલ્મે ઓડિયન્સની સાથે સાથે ક્રિટિક્સનું પણ ધ્યાન ખેંચ્યુ હતુ જે કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી. આ ફિલ્મ બાદ કરિનાએ કરણ જૌહરની ફિલ્મ ‘તખ્ત’ અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પણ સાઈન કરી લીધી છે. હવે સમાચારો એવા આવી રહ્યા છે કે કરીનાએ પોતાની ફીસ 50 % વધારી દીધી છે.સૂત્રોનુસાર, કરિનાએ પોતાના સ્ટાર પાવરના દમ પર ઓડિયન્સને થિયેટર સુધી લાવવા માટે સફળ રહે છે. 'વીરે દી વેડિંગ' માટે કરિનાએ 7 કરોડ રૂપિયાની ફી લીધી હતી પરંતુ હવે તેણે પોતાની ફી વધારીને 10 કરોડ રૂપિયા કરી દીધી છે. કરિનાએ હવે ડબલ ડિજિટમાં ફી લેનારી એક્ટ્રેસ બની ગઇ છે.  આ લિસ્ટમાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ અને કંગના રાણાવત હતી. દીપિકાએ ફિલ્મ ‘પદ્માવત’ માટે 13 કરોડ રૂપિયા અને કંગનાએ ફિલ્મ 'રંગૂન' માટે 11 કરોડ રૂપિયા ફી લીધી હતી.