પપ્પાને જોઇને જુડવા દીકરીઓએ બતાવી નારાજગી, જોઇને લોકો થઇ ગયા ઈમોશનલ

14 Feb, 2018

 કબુલ હૈ અને નાગિન જેવી સિરીયલમાં કામ કરી ચુકેલી એકટર કરણવીર બોહરા આ દિવસોમાં ઘણી હેડલાઇન્સમાં છે, જેનું કારણ બીજુ કોઇ નહીં પરંતુ એની જુડવા દીકરીઓ છે. કરણવીરે હાલમાં જ એક એવો વીડિયો શેર કર્યો જેમાં તેના આવતા જ બંને દીકરીઓ એવી રીતે રોવા લાગે છે કે કરણવીરને સંભાળવી અઘરી પડે છે.

કરણવીર હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની દીકરીઓ સાથે મસ્તી કરતા તસવીરો શેર કરે છે. કરણની દીકરીઓ જુડવા છે લગભગ દોઢ વર્ષની છે. તેની સાથે કરણવીરે હાલમાં જ વીડિયો શેર કર્યો કે તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચુકયા છે.
આ વીડિયોને કરણવીરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને એક કેપ્શન લખ્યું છે. કરણવીરે લખ્યું, વેલેન્ટાઇન ઘણો જ પ્રેમથી ભરેલો દિવસ હોય છે. જયારે દીકરીઓ પોતાના પાપાને આટલું મીસ કરે છે જોઇને રોવા લાગે છે. બાળકો આપણને ઘણુ શીખડાવે છે.
આ વીડિયોમાં કરણવીર પોતાની બંને દીકરીઓને મળવા જેવો જ આવે છે તેને જોઇને એક દીકરી રોવા લાગે છે. જે પછી કરણવીર બંને દીકરીઓને તેડી લે છે પરંતુ તો પણ તેની દીકરી નારાજગી બતાવતા બીજીવાર રોવા લાગે છે. આ જોઇને કરણવીર ઇમોશનલ થઇ જાય છે.