ફેમિલી ટાઇમ વીથ કપિલ શર્મા શો એપિસોડ ૧ રીવ્યુ : એકદમ બોરીંગ, લોકોએ ચેનલ ચેન્જ કરી કહયું તારા હાથની વાત નથી

26 Mar, 2018

 કોમેડિયન કપિલ શર્મા ઘણા સમય પછી પોતાનો શો લઇને નાના પડદા પર ફરી પાછો આવ્યો. રવિવારનો શોનો પહેલો એપિસોડ ટેલીકાસ્ટ પણ થઇ ચુકયો છે.

સોની એન્ટરટેઇનમેન્ટ પર તેણે પોતાના નવા શો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્માની સાથે વાપસી કરી છે. પરંતુ કદાચ કપિલ પોતાનો નવા શોમાં પહેલા જેવા જાદુ નથી ચલાવી શકયો. કપિલના ફેન્સને આ શો ખાસ પસંદ નથી આવ્યો. તે શોને પહેલા જેવા સોશ્યલ મીડિયા પર દર્શકો દ્વારા શો ને સારી પ્રતિક્રિયા મળી નથી રહી.

સ્વાસ્થ્યને લઇને સમસ્યાઓને કારણે લાંબો બ્રેક લીધા પછી કપિલ શર્માના મંચ હસાવવા માટે ત્ છે. આ શોમાં કપિલના પાછલા શોની તુલનામાં કંઇક અલગ કરવાની કોશિષ કરી છે. પરંતુ શોને દશર્ર્કો દ્વારા વધારે પ્રેમ નથી મળી રહયો. ઘણા ફેન્સ તો એવું માને છે કે શોમાં કપિલ શર્મા કંઇ નવુ લાવવામાં અસફળ રહયો છે. આ સિવાય કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે શો કોમેડી નાઇટસ વિથ કપિલની તુલનામાં બોરીંગ છે. જયાં કપિલના પાછલા શોમાં મોટા સેલેબ્રિટીથી સવાલ-જવાબ થતા હતા જેમાં લોકોને મજા આવતી હતી. આ નવા શોમાં ગેમ રમાડે છે અને ગિફટ આપે છે.

લોકોનું માનવું છે કે કપિલ શર્મા કોઇ ખાસ ક્રિએટીવીટી લાવવામાં અસફળ રહયો છે. લોકોની માને તો કપિલના જુનો શો વધારે એન્ટરટેરીંગ હતો. ઘણા લોકોને તો શોની તુલના એક જુના શો ખુલ જા સિમ-સિમ સાથે પણ કરી નાખી. શોની ટાઇમીંગ સાંજે ૮ વાગ્યે રાખવામાં આવી છે. શોના પહેલા એપિસોડમાં બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગણ આવ્યો હતો. તે પોતાની ફિલ્મ રેડનું પ્રમોશન માટે પહોંચ્યો હતો.