આ ફિલ્મથી ‘કમબેક’ કરી રહ્યો છે કપિલ શર્મા!

20 Aug, 2018

ટીવી પડદા પર કોમેડિયનના રૂપમાં લોકપ્રિયતા મેળવી ચૂકેલા કપિલ શર્મા હવે ફિલ્મ પ્રોડક્શનમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. કપિલે પોતે આ વાતની જાણકારી ટ્વીટર પર આપી છે. કપિલ ફિલ્મ ‘સન ઓફ મંજીત સિંહ’ લઈને આવી રહ્યો છે.

 

આ ફિલ્મને તેણે સુમિત સિંહ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 12 ઓક્ટોબર રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર વિક્રમ ગ્રોવર છે. કપિલે ટ્વીટ કર્યું કે તેનો ફર્સ્ટ લુક જલ્દી જ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે કપિલ લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર છે. રિપોર્ટ્સ મુજબ તે બીમાર હતો અને વિદેશમાં પોતાની સારવાર કરાવી રહ્યો હતો. જોકે સોશિયલ મીડિયા પર વચ્ચે-વચ્ચે કપિલની કેટલીક તસવીરો આવતી રહી છે જેમાં તે ખૂબ જ ડિપ્રેસ દેખાયો અને તેનું વજન પણ વધેલું નજરે પડી રહ્યું હતું. જાણકારી મુજબ તે પોતાના લૂક પર ખૂબ કામ કરી રહ્યો છે.