આજથી જ શરૂ કરો કિન્નરનો આ ઉપાય, ઘરમાંથી કાયમ માટે વિદાય થશે ગરીબી

02 Jun, 2018

 અઠવાડિયાના સાત દિવસોના અલગ-અલગ કારક ગ્રહ છે અને બધા જ દિવસોમાં દેવી-દેવતાઓની પૂજા વિશેષ રૂપે કરવામાં આવે છે. શુક્રવારનો કારક ગ્રહ શુક્ર છે અને આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર 10માંથી કોઇ 1 પણ ઉપાય કરવામાં આવે રોજ તો ધીરે-ધીરે ધનની અછત દૂર થવા લાગે છે.

હેલો ઉપાય: રોજ સવારે વહેલા ઊઠો અને સ્નાન કરી સૂર્યને કેસરવાળું દૂધ ચઢાવો. તે માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ.
બીજો ઉપાય: શિવલિંગ પર ચાંદીના લોટાથી ઠંડુ જળ ચઢાવો. લોટામાં પાણીની સાથે થોડું ગંગાજળ પણ મિક્સ કરવું.
ત્રીજો ઉપાય: શિવલિંગ પાસે ઘીનો દીવો કરવો. દીવો કરી ભગવાન રામનો નામ 108 વાર જાપ કરવો. આ ઉપાય સૂર્યાસ્ત બાદ કરવો જોઇએ.
ચોથો ઉપાય: કોઇ કિન્નરને ધન અને સાડીનું દાન કરો. ત્યારબાદ કિન્નર એક સિક્કો આપે તે પોતાની પાસે રાખી લો.
પાંચમો ઉપાય: કોઇ સફાઇકર્મીને ઘરે બેસાડી જમાડો અને ધનનું દાન કરો.
છઠ્ઠો ઉપાય: રોજ સવારે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો.
સાતમો ઉપાય: જ્યારે પણ ભોજન બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢી લો.
આઠમો ઉપાય: રાત્રે સૂતાં પહેલાં ઈષ્ટ દેવનું ધ્યાન ધરો અને દિવસમાં થયેલી બધી જ ભૂલો માટે માફી માંગો.
નવમો ઉપાય: નહાતી વખતે પાણીમાં થોડું ગાંગાજળ મિક્સ કરો.
દસમો ઉપાય: કોઇ સુહાગણ સ્ત્રીને સુહાગનો સામાન દાનમાં આપો.