50થી વધુ ફિલ્મ્સમાં દીકરો કરી ચૂક્યો છે કામ, તેમ છતાંય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરે છે જ્હોન અબ્રાહમના પેરેન્ટ્સ

16 Aug, 2018

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ છે. ફિલ્મમાં પોલીસ આલમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની વાત કરે છે. આ ફિલ્મમાં જ્હોન સીરિયલ કિલરના રોલમાં છે. બે મહિના પહેલાં જ્હોનની 'પરમાણુ' હિટ રહી હતી. આજની ડેટ્સમાં જ્હોન બોલિવૂડનાં એક બિગ એક્ટર્સમાં સામેલ છે. આટલો મોટો સ્ટાર હોવા છતાંય જ્હોનના પેરેન્ટ્સ એકદમ સિમ્પલ છે. જ્હોન પાસે કરોડોની લક્ઝૂરિયસ કાર્સ તથા બાઈક છે પરંતુ તેના પિતા ક્યાંક જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. તો માતા ઓટોમાં જ સફર કરે છે.


સ્ટારડમનો અર્થ કાળા રંગની પટ્ટી લગાવેલી કારમાં ફરવું એવો નહીં:
2016માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્હોને કહ્યું હતું, ''હું ઘણાં જ સિમ્પલ પરિવારમાંથી આવું છું. હું પોતે પણ ઘણો જ સિમ્પલ છું. મારા કો-સ્ટાર મને ઘણીવાર કહેતા હોય છે કે અનેકવાર તું કોઈ પણ ફંક્શન કે પાર્ટીમાં શૂઝ પણ પહેરતો નથી. તો ત્યારે હું એ લોકોને એ જ કહું છું કે મને ચંપલ પસંદ છે. હું મારા મિડલ ક્લાસ પરિવારની વેલ્યૂને સારી રીતે ઓળખું છું. આ મારો પ્લસ પોઈન્ટ પણ છે. મારા પપ્પા આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. તો મોમ ઓટોમાં જાય છે. સ્ટારડમનો એ મતલબ નથી કે તમે કાળા રંગની પટ્ટી લગાવેલી કારમાં ફરો અને બોડીગાર્ડ સાથે રહો.''