ગુજરાત વીજ કંપનીમાં વિદ્યુત સહાયકોની ભરતી, મળશે 17થી 37 હજાર સુધીનો પગાર

31 Jul, 2018

  ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વીજ કંપનીઓ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનયર, જુનિયર આસિસ્ટન્ટ)ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી ઓનલાઇન મંગાવવામાં આવી રહી છે. વિવિધ પોસ્ટ પ્રમાણે પગાર 17 હજારથી લઇને 37 હજાર રૂપિયા છે. અરજી કરવાની છેલ્લી તારીખ વિવિધ વીજ કંપનીઓ દ્વારા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. ભરતી અંગેની માહિતી ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતા રોજગાર સમાચારમાં આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાત વીજ કંપની

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર આસિસ્ટન્ટ)

જગ્યાઃ 253

વયમર્યાદાઃ 30 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 17,500 રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનિયર-સિવિલ)

જગ્યાઃ 05

વયમર્યાદાઃ 35 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 37 હજાર રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech(સિવિલ)

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનિયર-ઇલેક્ટ્રિકલ)

જગ્યાઃ 34

વયમર્યાદાઃ 35 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 37 હજાર રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech(ઇલેક્ટ્રિકલ)

દક્ષિણ ગુજરાત વીજ કંપની

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર આસિસ્ટન્ટ)

જગ્યાઃ 177

વયમર્યાદાઃ 30 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 17,500 રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનિયર-સિવિલ)

જગ્યાઃ 02

વયમર્યાદાઃ 35 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 37 હજાર રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech(સિવિલ)

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનિયર-ઇલેક્ટ્રિકલ)

જગ્યાઃ 22

વયમર્યાદાઃ 35 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 37 હજાર રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech(ઇલેક્ટ્રિકલ)

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનિયર-આઈ.ટી.)

જગ્યાઃ 05

વયમર્યાદાઃ 35 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 37 હજાર રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech(આઈ.ટી./કોમ્પ્યુટર)

મધ્ય ગુજરાત વીજ કંપની

પોસ્ટઃ વિદ્યુત સહાયક(જુનિયર એન્જિનિયર-ઇલેક્ટ્રિકલ)

જગ્યાઃ 38

વયમર્યાદાઃ 35 વર્ષ સુધી

ફિક્સ પગારઃ 25550 હજાર રૂપિયા

શૈક્ષણિક લાયકાતઃ માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech(ઇલેક્ટ્રિકલ)

અરજી ફીઃ સામાન્ય અને સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે 500 રૂપિયા, અનુસુચિત જાતિ અને જનજાતિ માટે 250 રૂપિયા

અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની માટે www.ugvcl.com પર, દક્ષિણ ગુજરાત વીજ કંપની માટે www.dgvcl.com પર અને મધ્ય ગુજરાત માટે www.mgvcl.com પર અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખઃ ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2018, દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં 9 ઓગસ્ટ 2018 અને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ 2018 રાખવામાં આવી છે.