એકદમ બોલ્ડ છે ભજન સમ્રાટ અનૂપ જલોટાની ગર્લફ્રેન્ડ જસલીન, કરી ચુકી છે બી-ગ્રેડ ફિલ્મ

19 Sep, 2018

 બિગ બોસની ૧૨મી સીઝન શરૂ થઇ ચુકી છે. ભારતીય ટેલીવીઝનના આ સૌથી ચર્ચિત શોમાં જાણીતા ભજન સમ્રાટ અનુપ જલોટાએ પોતાની ગર્લફ્રેન્ડ જસલીન મથારૂની સાથે એન્ટ્રી લીધી છે. એમ તો નવા કલેવરમાં આવેલી સીઝન-૧રના બધા કંટેસ્ટેંટસને દર્શકો ઘણા પસંદ કરી રહયા છે. પરંતુ અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીનની વિચિત્ર જોડીને લઇને આ દિવસો હાલના દિવસોમાં વધુ ચર્ચા થઇ રહી છે. આ કારણ છે ભજન સમ્રાટ અનુપ જલોટાએ પોતાનાથી ૩૭ વર્ષ નાની જસલીનને ડેટ કરે છે.

હકીકતમાં, બિગ બોસમાં મંચ પર જસલીનની આ વાતનો ખુલાસો કર્યો કે તે અનુપ જલોટાની શિષ્યા પણ છે અને પ્રેમિકા પણ. બિગ બોસના ઘરમાં તેની એન્ટ્રી પછી જ લોકો આ વાતને જાણવા માટે ઉત્સુક છે કે જસલીન મથારૂ છે કોણ ? તમને જણાવી દઇએ કે જલોટાની ઉંમર ૬૫ વર્ષ છે, જયારે જસલીન માત્ર ર૮ વર્ષની છે.
 

છેલ્લા ત્રણ વર્ષથી અનુપ જલોટાની સાથે રીલેશનશીપમાં રહેતી જસલીન પંજાબી પરિવારની છે. જો કે તેનું નાનપણ કોલકતામાં વિત્યું છે. જસલીન કલાસ્કિલ અને વેસ્ટર્ન બંને રીતની સિંગિંગમાં ટ્રેન્ડ છે.

 

 

૧૧ વર્ષની ઉંમરમાં જ જસલીનએ શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂ કરી દીધી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં જ તેમણે ઇન્ટર કોલેજ સિંગિંગ પ્રતિયોગીતમાં ભાગ લીધો. ત્યારપછી તેમણે ઘણા સ્ટેજ શોજ પણ કર્યા.

જસલીન હજુ સુધી ઇન્ડસ્ટ્રીમાં ઘણા જાણીતા સિંગર્સની સાથે કામ કરી ચુકી છે.

જસલીન ન તો માત્ર એક સારી સિંગર છે, પરંતુ એક ડાન્સર પણ છે. તે ભરતનાટયમ, હિપ હોપ, સાલસા અને બેલી ડાન્સીંગ પણ જાણે છે. જસલીન વિશે ઘણા ઓછા લોકો જાણતા હકે કે તે કિક બોકિસંગમાં બ્રાઉન બેલ્ટ પ્રાપ્ત કરી ચુકી છે. એટલે તેમણે પોતાના હુન્નર જલવા બધી જગ્યા વિખેર્યા છે.

ગાયકીથી જોડાયેલી જસલીને એમ તો ઘણા સ્ટેજ શો અને મ્યુઝીક વીડિયો કર્યા છે, પરંતુ તેમણે એક બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. જેનું નામ છે ડર્ટી બોસ.

આ ફિલ્મમાં જસલીનનો હીરો હતો અનુપમ ખેરના ભાઇ રાજુ ખેર અને જસલીન આ ફિલ્મમાં ઘણી બોલ્ડ અને હોટ અવતારમાં નજર આવી હતી. ફિલ્મના પોસ્ટર પર ડિસ્ક્રીપ્શનમાં લખ્યું હતું. રોમાન્ટીક, નોટી અને એકસટ્રીમલી ડર્ટી.

જો હજુ પણ તમે અચંબામાં નથી પડતા તો આગળ જાણો. આ ફિલ્મના રાઇટર અને ડાયરેકટર જસલીનના પાપા કેસર મથારૂ જ હતા. જસલીનના પાપાએ હમ હૈં પ્યાર મેં અને ડર્ટી રીલેશન્સ જેવી બી-ગ્રેડ ફિલ્મ બનાવી હતી.

એક તરફ ભજન ગાવાવાળા અનુપ જલોટા અને બીજી તરફ બોલ્ડ અંદાજવાળી જસલીન, બિગ બોસની આ વિચિત્ર જોડી આ સમયે સમાચારોમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી રહી છે.