ગુજરાતના જનઔષધિ પરિયોજના કેન્દ્રો પર અઢી રૂપિયામાં સેનેટરી પેડ મળશે...

10 Mar, 2018

આંતરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારે મહિલાઓને એક ખાસ ગીફટ આપી છે. મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે ગુરૂવારે બાયોડિગ્રેડિબલ સેનેટરી નેપકિન્સ( Sanitary Pads) લોન્ચ કર્યા છે. તેની કિંમત 2.50 રૂપિયા પ્રતિ પેડ હશે. જયારે 4 પેડ વાળા એક પેકની કિંમત 10 રૂપિયા રહેશે. આ નેપકિન્સ હાલ બજારમાં મળનાર નેપકિન્સથી ખુબ જ સસ્તા છે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ નેપકીન્સની એવરેજ કિંમત 8 રૂપિયા પ્રતિ પેડ છે.
 
http://janaushadhi.gov.in/jan_aushadhi_stores.html વેબસાઈટ ઓપન કરો. જો તમે વેબસાઈટને ડેસ્કટોપ પર જોઈ રહ્યાં છો તો ડાબી બાજૂએ તમામ રાજયોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તેની આગળ ગણતરી લખેલી છે કે કયાં રાજયમાં કેટલા સ્ટોર છે. તમે તેની પર ક્લીક કરશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે. દુકાનનો નંબર અને ફોન નંબર પણ આપવામાં આવ્યો છે.