દરેક ક્ષણે જાન્હવી રાખે છે આને પોતાની પાસે, શું છે આ ગુલાબી બોટલનું રહસ્ય ?

16 Jul, 2018

 સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ચાહક ફેવરિટ કલાકારની ગતિવિધિ પર નજર રાખે છે. હાલના સમયમાં દરેક ફિલ્મી કલાકારો સોશિયલ મીડિયાથી ચાહકો સાથે જોડાયેલા રહે છે અને પોતાનાી દરેક માહિતી શેયર કરે છે. થોડા સમય પહેલાં 'ધડક'થી બોલિવૂડમાં એન્ટ્રી લેનારી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવી સેલિબ્રિટી બની ગઈ છે. જો તમે જાન્હવીના ચાહક હો અને સોશિયલ મીડિયા પર તેને ફોલો કરતા હો તો તમને ખ્યાલ હશે કે તે દરેક જગ્યાએ ગુલાબી રંગની બોટલ સાથે જોવા મળે છે. 

જાન્હવીની પિંક બોટલનું રહસ્ય હજી સુધી સામે નથી આવ્યું. કોઈ કહે છે કે જાન્હવીની આ બોટલનું કનેક્શન તેની માતા સાથે છે અને કેટલાકને લાગે છે કે જાન્હવી આ ફેવરિટ બોટલને લકી માછે. જોકે, હાલમાં જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તે આ બોટલને પ્રેમથી ચુસ્કી કહીને બોલાવે છે.