શું છે 'ધડક'નો વિચારી પણ ન શકાય એવો એન્ડ? જહાન્વીએ વેરી દીધા વટાણાં

19 Jul, 2018

જહાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરને ચમકાવતી 'ધડક' આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને યુવાનોમાં આ ફિલ્મ જોવાનો ઉત્સાહ વધ્યો છે. હકીકતમાં આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. આ મૂળ ફિલ્મનો અંત ટ્રેજડીભર્યો હતો જેમાં ફિલ્મના હિરો-હિરોઇનની હત્યા થઈ જાય છે. આ અંત જોઈને લોકોની આંખમાં આંસું આવી જતા હતા. હવે આ હિન્દી ફિલ્મની રિમેકનો શું અંત હશે એ વિશે બધાને ભારે ઉત્સુકતા છે. જોકે આ વાતનો ખુલાસો જહાન્વીએ એક ઇન્ટરવ્યૂમાં કરી દી ધો છે.

 

 
જહાન્વીએ કહ્યું છે કે તે આ ફિલ્મમાં ઉદયપુરના શાહી પરિવારની યુવતીનો રોલ ભજવી રહી છે પણ આ ફિલ્મ ટિપિકલ બોલિવૂડ ફિલ્મ કરતા સાવ અલગ છે. આ ફિલ્મમાં જિંદગીની કડવી હકીકત દર્શાવવામાં આવી છે અને સત્યને છુપાવવાનો બિલકુલ પ્રયાસ નથી કરાયો. આ એક મસાલા ફિલ્મ નથી જેમાં અંતમાં માતા-પિતા માની જાય છે અને બધું રંગેચંગે પાર પાડે છે. 'ધડક'માં જીવનની હકીકત દર્શાવવામાં આવી છે. 
 

 
મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની આ રિમેક 20 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ શ્રીદેવીની દીકરી જાન્હવીની બોલિવૂડમાં પહેલી ફિલ્મ છે. કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે.