ગોળ ખાવાના ફાયદા જાણીને તમે દરરોજ ખાવા લાગશો

23 Jun, 2018

આપણી દરરોજ ની લાઈફ માં ગોળ અપને ખાતા  જ  હોઈ  છીએ  પણ  ગોળ ના અમુક ફાયદા જાણીને તમે તેને દરરોજ ખાવા લાગશો 
 
ગોળ લોહી શુદ્ધ કરે છે સાથે જ એનિમીયાથી પણ બચાવે છે. લોહી સાફ હશે તો શરીર પર ફોલ્લીઓ નહીં થાય. માટે જ દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. 
 
ગોળમાં અઢળક મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે નેચરલ ક્લિન્ઝરનું કામ કરે છે. ગોળ ખાનારા વ્યક્તિને કબજિયાતની ફરિયાદ નથી હોતી.
 
ગોળ વાળને ગાઢ અને સુંદર બનાવે છે. ગોળમાં મુલતાની માટી, દહીં અને પાણી મિક્સ કરીને પેક બનાવી લો. આ પેક વાળ ધોવાના એક કલાક પહેલા લગાવો. પછી વાળ ધોઈ લો. આ ઉપાયથી વાળ ગાઢ તો થશે જ સાથે મુલાયમ અને ચમકદાર પણ બનશે.
 
ગોળમાં એન્ટી ઓક્સિડંટ હોય છે જે ફ્રી રેડિકલ સામે લડવામાં ઉપયોહી છે. રોજ ગોળ ખાવાથી કરચલીઓ દૂર થાય છે. 
 
નિયમિત રૂપે ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને પિમ્પલ્સ દૂર થશે.