આ એક નુસખાથી તમારી પ્રાઈવેટ પાર્ટની ખંજવાળ ગાયબ થઈ જશે

30 Jul, 2018

 પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવાના ઘણા કારણ હોઈ શકે છે. જેથી જોયા વગર તેનું નિદાન કરી દેવું ખોટું રહેશે. તેમ છતા પણ કેટલાક એવા ઉપાય છે જેનાથી ગમે તેવી ખંજવાળ દૂર થાય છે. આ ઉપાય દ્વારા તમારી મુશ્કેલી ઓછી થઈ શકે છે. આ માટે તમે એન્ટિ એલર્જિક અને એન્ટિ ફંગલ દવા લઈ શકે છો. જેનાથી તમારી ખંજવાળની સમસ્યા હળવી થશે. જોકે આ દરમિયાન એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ સેક્સ કરો ત્યારે કોન્ડોમ ખાસ યુઝ કરો જેથી તમારો ચેપ સાથીને ન લાગે.

જો એન્ટિ એલર્જી દવાથી ખંજવાળ મટી જાય તો પણ એકવાર ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. કોઈ સ્કિન સ્પેશ્યાલિસ્ટને દેખાડવાનથી સચોટ દવા થઈ શકે છે. ઘણીવાર એન્ટિ એલર્જી ગોળીથી નિંદર આવી છે. માટે જ્યારે ગાડી ચલાવતા હોવ ત્યારે આવી ગોળી ખાવી જોઈએ નહીં.જોકે આજકાલ એલર્જી માટે ઘણી એવી દવાઓ પણ આવે છે કે જેનાથી ઊંઘ નથી આવતી અથવા તો ખૂબ ઓછી આવે છે. તમે આ પ્રકારની ગોળી પણ લઈ શકો છો.