પ્રિ-વેડિંગ સેરેમનીમાં છવાયો ઈશા અંબાણીનો રોયલ પ્રિન્સેસ લુક

28 Nov, 2018

ઈશા અંબાણીના લગ્નની વિધીઓ શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા પોતાના મિત્ર આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરે મુંબઈમાં પોતાના ઘર એન્ટીલિયામાં 7 ફેરા લેશે. લગ્ન પહેલા ગ્રહ શાંતિ પૂજા રાખવામાં આવી છે. જ્યાં તે રોયલ પ્રિન્સેસ લાગી રહી હતી. ઈશા અંબાણી માટે પૂજાનો લુક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો છે. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શેર કર્યો છે. ઈશા અંબાણીનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ઈશાને લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

 

સબ્યસાચીએ બંધેજ ગોટા-પટ્ટી ચણિયા-ચોળીમાં હેન્ડ એમ્બ્રોઈડરી તિલ્લા વર્કનુ કામ કર્યુ છે. ચણિયા-ચાળીની સાથોસાથ ઈશા પર જ્વેલરી પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે હીરા અને ઝામ્બિયન પન્નાથી બનેલો નેકલેસ અને ઈયરિંગ્સ પહેર્યા છે. સબ્યસાચીના આ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બરમાં ઈટલીના લેક કોમોમાં ઈશાના એંગેજમેન્ટ થયા હતા. જેના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારબાદ ઓક્ટોબરમાં ઈશા-આનંદના લગ્નની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. અંબાણી પરિવારે સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યુ હતુ કે, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન અંબાણીના મુંબઈ સ્થિત ઘરમાં 12 ડિસેમ્બરે થશે. જ્યાં પરિવાર અને ખાસ મિત્રો સામેલ થશે. લગ્ન ભારતીય રીતિ-રિવાજો અનુસાર થશે.