સારવારના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયો ઇમરાન ખાન, કહયું, લાગે છે થોડાક મહિનામાં જ મરી જઇશ...

02 Aug, 2018

 બોલીવુડ એકટર ઇરફાન ખાનની આવનારી ફિલ્મ કારવાં ૩ ઓગસ્ટના રીલીઝ થવાની છે. જયાં એક બાજુ ફેન્સ તેની ફિલ્મની રાહ જોઇ રહયા છે ત્યાં બીજી બાજુ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહયા છે. ઇરફાન ખાન આ દિવસો લંડનમાં છે અને પોતાની બિમારી ન્યુરો એન્ડોક્રાઇન ટયુમરની સારવાર કરાવી રહયો છે. આ વચ્ચે તેમણે એક ઇન્ટરવ્યુ આપ્યુ અને જણાવ્યું કે, અત્યારે તેની હાલત કેવી છે.
એસોસિએટેડ પ્રેસને આપેલા એક વિસ્તૃત ઇન્ટરવ્યુમાં ઇરફાન ખાન પોતાની બીમારીથી જોડાયેલી થોડી વાત શેયર કરી છે. ઇરફાને જણાવ્યું કે હું કીમો સાઇકિલના ચોથા ચરણમાં છું. કુલ છ ચરણ થવાના છે ત્યારપછી સ્કેન કરવામાં આવશે. કીમો સાઇકિલના ત્રીજા ચરણ પછી સ્કેન પોઝીટીવ હતું પરંતુ હજુ અમારે ૬ ચરણ સુધી સ્કેન કરીને જોવાનું છે. ત્યારપછી ખબર પડશે કે આગળ શું થાય છે. કોઇની સાથે પણ મારી જિંદગીની કોઇ ગેરન્ટી નથી રહી.
 ઇરફાન ખાને કહયું કે મારું મગજ હંમેશા મારી એ વાત મને કહે છે કે, મને આ બીમારી છે અને થોડાક મહિના કે એક વર્ષ કે બે વર્ષમાં કરી શકું છું. કે પછી હુ આ બધી વાતોની પુરી રીતે અનદેખા કરીને જિંદગી જે બાજુ મને લઇ જાય છે તે રીતે જ જીવું. જિંદગીએ મને ઘણું શીખડાવ્યું છે. હું માનું છું કે હું આંધળાઓની રેસમાં હતો. જયાં મને કંઇક મળી રહયું હતું પરંતુ હું જોઇ ન શકયો.ઇરફાને આગળ કહયું, તમે તમારા વિશે ચિંતા કરવાનું બંધ કરી દો, તમે પ્લાનીંગ કરવાનું બંધ કરી દો, તમે શોર બંધ કરી દો. તમે બીજો પક્ષ પણ જોઇ લો. આ જિંદગી તમને ઘણું બધુ આપે છે અને ઘણું બધુ આપવા માટે છે આ માટે હું કહું છું કે મારી પાસે શબ્દ નથી પરંતુ આભાર. મારી પાસે બોલવા માટે બીજા  શબ્દ જ નથી, બીજી ઇચ્છા જ નથી, બીજી કોઇ પ્રાર્થના જ નથી.