કેન્સરથી હાર્યો ઇરફાન ખાન, ટવીટર પર તેનો મેસેજ વાંચી રોવા લાગ્યું બોલીવુડ, બોલ્યા : સમય હવે પુરો થઇ ગયો

19 Jun, 2018

 બોલીવુડ એકટર ઇરફાન ખાનના થોડાક મહિના પહેલા જણાવ્યુંં હતું કે તેને ન્યુરોઇંડોક્રાઇન કેન્સર છે. ઇરફાન ખાનની આ ખબરની સાથે જ તેના ફેન્સમાં ધ્રાસકો પડયો.

ઇરફાનને પોતાના ટવીટર હેન્ડલ પર પોતાની બીમારીને લઇને ઘણીવાર જાણકારી આપી અને તેની પત્નીને પણ ટવીટ કરી. તેમણે ઇરફાનના સ્વાસ્થ્યની પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. ઇરફાન ખાન આ દિવસો લંડનમાં પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહયો છે. ઇરફાન ખાનના પત્રને ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપ્યો છે. ઇરફાન ખાને પોતાની બીમાર અને તે લંડનમાં કેવું અનુભવી રહયો છે, તેની જાણકારી આપી છે.

ઇરફાને અચાનક આવેલી આ બીમારી વિશે જણાવ્યું, આ અહેસાસએ મને સમર્પણ અને ભરોસા માટે તૈયાર કર્યો. હવે આનું જે પણ પરિણામ હોય, તે પણ નકકી નથી મને કયાં લઇ જશે. આજથી આઠ મહિના પછી અથવા આજથી ચાર મહિના પછી, અથવા બે વર્ષ પછી, બધા ચિંતાઓ પુરી થઇ ચુકી છે. પહેલીવાર મને આઝાદીનું મહત્વ સમજમાં આવ્યું છે.

ઇરફાને એ પણ કહયું છે કે હાલમાં તે પોતાની બીમારી અને ડોકટરો દ્વારા તેના પર કરવામાં આવી રહેલા પ્રયોગોનો એક ભાગ બનીને રહી ગયો છે. કેમ કે આ બીમારી વિશે ઓછી જ જાણકારી છે આ માટે તેની ટ્રીટમેન્ટમાં અનિશ્ર્ચિતતાની સંભવાના વધારે છે. તેમના જણાવ્યા મુજબ જિંદગીને તેના ઘણા સપના હતા અને તેના માટે તેણે ઘણા પ્લાન કર્યા હતા. આ બધાની હકીકત બનાવવા પર તેનું પુરુ જોર હતું. પરંતુ અચાનક જ તેને કોઇએ કહયું કે તેનો સમય પુરો થઇ ગયો અને તેની મંઝિલ આવી ગઇ છે. આ સમયે તેમણે એ વાતનો અહેસાસ થયો કે તમે સમુદ્રની તેજ લહેરોમાં હિચકાતા એક કોર્કની જેમ છો. એવામાં તે માત્ર પોતાનો કંટ્રોલ કરવાની જ કોશિષ કરે છે.

ઇરફાને જણાવ્યું કે તે એ હોસ્પિટલમાં છે જે લોર્ડસ ક્રિકેટ મેદાનની એકદમ સામે છે પરંતુ તેને આ કારણે ખાસ અહેસાસ નથી થઇ રહયો. ઇરફાન ખાને બીમારી અને સંઘર્ષ વિશે પુરી જાણકારી આપી છે અને બીમારી ગંભીરતાની બાજુ ઇશારો કર્યો છે. ઇરફાન ખાને પોતાના દર્દ વિશે પણ જણાવ્યું છે.

હાલમાં તે લંડનમાં છે, પરંતુ તેની ફિલ્મ આવવાની ચાલુ છે. ઇરફાન ખાનની બ્લેકમેલ તે સમયે રીલીઝ થઇ હતી જયારે તે ઇલાજ માટે લંડન જઇ ચુકયા હતા. હવે તેની કારવાં રિલીઝ માટે તૈયાર છે.