પત્નીને આપશો આવી વસ્તુઓ તો મળશે દેવી લક્ષ્મીની કૃપા, ઘરમાં આવશે સમૃદ્ધિ

14 Jun, 2018

 ધાર્મિક માન્યતાઓમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામા આવી છે, જેના ઘણા સ્વરૂપ છે અને તેમાંથી એક છે ગૃહલક્ષ્મી. સ્ત્રીને દેવી લક્ષ્મીનું પ્રતિરૂપ માનવામાં આવ્યું છે. પછી તે ઘરમાં કન્યાના રૂપમાં હોય કે પછી પત્નીના રૂપમાં. માનવામાં આવે છે કે જો ઘરની લક્ષ્મી પ્રસન્ન છે તો ઘરમાં દેવી લક્ષ્મીની કૃપાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે. ત્યાં જે ઘરમાં ગૃહલક્ષ્મી સુખી નથી રહેતી, ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ નથી રહેતો. આ રીતે શાસ્ત્રોમાં દેવીલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની લક્ષ્મી એટલે ઘરની સ્ત્રીઓના સુખી થવું આવશ્યક માનવામાં આવ્યું છે. એવામાં ગૃહલક્ષ્મીની કેટલીક વસ્તુઓનું દાન કરવું લાભકારી માનવામાં આવ્યું છે અને આજે અમે તમને આવી જ વસ્તુઓ વિશે જણાવીશું.

એમ ઘરની દીકરી-વહુ, પત્નીને દેવી લક્ષ્મીનું પ્રતિરૂપ માનવામાં આવે છે. એવામાં તેની પ્રસન્નતા અને સુખથી ઘરમાં સમૃદ્ધિ રહે છે. ત્યાં જો કોઇ ઘરમાં તેને અપમાનિત અને હેરાન કરવામાં આવે છે તો ત્યાં હંમેશા ઘનની પરેશાની અને મુશ્કેલીઓ બની રહે છે. એવામાં જો તમે તમારા ઘરમાં સુખ-શાંતિ રાખવા ઇચ્છતા છો, તો આ માટે તમારા ઘરની સ્ત્રીઓની હંમેશા સુખી અને પ્રસન્ન રાખવી પડશે. શાસ્ત્રોમાં આ માટે બુધવાર અથવા શુક્રવારના દિવસે ગૃહલક્ષ્મીને કેટલીક ભેટ દેવી વિશેષ લાભકારી બતાવી છે. જેમ કે...

બુધવાર અથવા શુક્રવારના દિવસે ઘરની લક્ષ્મી એટલે પોતાની પત્નીને વસ્ત્ર વગેરે ભેટ કરવી શુભ ફળદાવી માનવામાં આવે છે. ત્યાં પત્ની સિવાય બહેન, મા કે બીજી કોઇ પરિણીત સ્ત્રીને પણ વસ્ત્ર દેવું શુભ ફળદાળી હોય છે.

શાસ્ત્રોમાં દેવી પુજામાં આભુષણોના અર્પણ કરવું જરૂર માનવામાં આવ્યું છે. ત્યાં સ્ત્રીની શોભા પણ આભુષણોથી જ વધે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર શણગાર સર્જેલી ગૃહલક્ષ્મી ઘરની સંપન્નતાને દર્શાવે છે. એવામાં ધાર્મિક માન્યતા અનુસાર ગૃહલક્ષ્મીને સુંદર વસ્ત્રની સાથે આભુષણનું દાન કરવું પણ ઘરની સંપન્નતાને વધારે છે.

જે રીતે દેવીને સુહાગની સામગ્રી જેવી કે સિંદુર, બિંદી, બંગડી અર્પિત કરવાથી સૌભાગ્ય વધે છે. તેવી રીતે ગૃહલક્ષ્મીને પણ સુહાગ અને સોળ શ્રૃંગારની વસ્તુ દેવી લાભકારી હોય છે. તેનાથી ગૃહલક્ષ્મીની શોભા વધે છે અને તેની શોભાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો માર્ગ બને છે.

જેમ ગૃહલક્ષ્મીને પ્રસન્નતા રાખવા માટે જો સૌથી કિંમતી કોઇ ઉપહાર છે તો તે ઉચિત સન્માન. સ્ત્રી માટે, વસ્ત્ર, આભુષણ અને શ્રૃંગારથી વધુ આવશ્યક છે તેનું માન-સન્માન અને જો તમારા દ્વારા તેને મળે છે તો એમાં તમને પણ લાભ મળે છે, તેનું માન-સન્માનથી તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે...

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: ા

યત્રૈતાસ્તુ ન પુજ્યન્તે સર્વાસ્તત્રાફલા: ક્રિયા ા - અથર્વવેદ

એટલે કે જે કુળ, પરિવારમાં નારીની પુજા, અર્થાત સત્કાર હોય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે અને એવામાં કુળમાં દિવ્યગુણ, દિવ્ય ભોગ અને ઉત્તમ સંતાન થાય છે. જયારે જયાં સ્ત્રીઓને ઉચિત માન-સન્માન નહીં મળતુ તે કુળમાં સારી ક્રિયા એટલે પુજા-કર્મ નિષ્ફળ થઇ જાય છે.

આ રીતે શાસ્ત્રો અનુસાર, ગૃહલક્ષ્મી એટલે ઘરની સ્ત્રીને સુખમાં ઘરની સુખ-શાંતિ અને સમ્પન્નાનું રહસ્ય છુપાયેલું હોય છે.