આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ચંદ્રગ્રહણ પહેલા જાણી લો દરેક સવાલોના જવાબ અહીં

27 Jul, 2018

 આજે અડધી રાત્રે આકાશમાં સૌથી મોટું અદભુત પળ દેખાશે. સૌથી લાંબો ચંદ્રગ્રહણ માટે દરેક જણ રાહ જોઇ રહયો છે. આ ચંદ્રગ્રહણના દરેક સવાલોના જવાબ અહીં છે...

૧. શું ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ : સદીનું આ ચંદ્રગ્રહણનો નજારો ભારતમાં પણ દેખાશે. જો કે દિલ્હી-મુંબઇ જેવા મોટા શહેરોમાં પ્રદુષણને કારણે ખુલી આંખે આ નજારો જોવાથી વંચિત રહી શકો છો. વરસાદના ઋતુને કારણે દિલ્હી-એનસીઆરમાં પણ લોકો આ નજારાથી ચુકી શકે છે.

ર. ભારતમાં કેટલા વાગ્યે દેખાશે : ભારતરમાં શુક્રવાર-શનિવાર રાત્રે આખા એક કલાક ૪ર મિનિટ અને પ૭ સેકન્ડ સુધી પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. તેની કુલ અવધિ ૬ કલાક ૧૪ મિનિટ રહેશે. પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિ ૧૦૩ મિનિટ સુધી રહેશે. ભારતમાં આ રાત્રે ૧૧ વાગ્યેને ૫૪ મિનિટથી પર લગભગ ૩ વાગ્યા પ૪ મિનિટ પર પૂર્ણ થશે.

૩. ...તો ન થાવ નિરાશ : જો સદીનું પળ અને તમારી વચ્ચે વાતાવરણ વિલન બની જાય તો મુડ ખરાબ ન કરો. ઘણી યુ-ટયુબ ચૈનલ સીધુ પ્રસારણ કરી રહી છે. આ પ્રસારણ ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થશે. ગુગલ એકાઉન્ડમાં સાઇન ઇન કરીને તમે રીમાન્ડર પણ ફીટ કરી શકો છો. તેનાથી પ્રસારણ શરૂ થતા જ તમને નોટીફીકેશન પણ મળી જશે. 

૪. આટલુ ખાસ કેમ છે આ ગ્રહણ : આજે અડધી રાતથી લાગવાવાળું ચંદ્રગ્રહણ ર૧મી સદીનું સૌથી લાંબુ છે. મોડી રાતથી શરૂ થનારું ચંદ્રગ્રહણ લગભગ પોણા બે કલાક સુધી દેખાશે. ૯ જુન ૨૧૨૩એ ફરી આ ચંદ્રગ્રહણ જોવા મળશે.

પ. દુનિયામાં કયાં કયાં દેખાશે : આ ચંદ્રગ્રહણ દક્ષિણ એશિયા, આફ્રિકાના અધિકાંશ ભાગમાં, મધ્યપૂર્વ અને હિંદ મહાસાગરક્ષેત્રમાં દેખાશે. માત્ર ઉત્તરી અમેરિકાના દેશોમાં રહેવાવાળાને આ ચંદ્રગ્રહણ નહીં જોઇ શકે.

૬. ચંદ્ર પર કેમ લાગે છે ગ્રહણ : હકીકતમાં પૃથ્વી સુર્યની પરિક્રમા કરે છે અને ચંદ્ર પૃથ્વીની. જયારે પૃથ્વી સુર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે તો પૃથ્વી સુર્યની કિરણોને ચંદ્ર સુધી પહોંચવા નથી દેતા અને ચંદ્ર અમને દેખાઇ નથી શકતો તેને ચંદ્રગ્રહણ કહે છે.

૭. સુર્ખ લાલ થઇ જાય છે ચંદ્ર : ચંદ્રગ્રહણ દરમ્યાન ચંદ્ર લાલ રંગનો દેખાશે. આવું ત્યારે થાય છે કેટલાક સકય માટે આખો ચંદ્ર અંતરીક્ષમાં ધરતીના પડછાયાથી પસાર થાય છે. આ દરમ્યાન લાલ રંગના તરંગ નીલા અને રીંગણા કલરથી ઓછું બિખરે છે. આ કારણથી એવું લાગે છે કે જેમ ચંદ્ર પુરો લાલ થઇ જાય છે. તેને જ બ્લડ મુન કહેવામાં આવે છે.

૮. કયારે કયારે ચંદ્ર પર લાગે છે મોટુઁ ગ્રહણ : આ વર્ષ ૨૦૧૮ના બીજા અને છેલ્લું ચંદ્રગ્રહણ પણ છે. આ પહેલા ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના ચંદ્રગ્રહણ લાગ્યું હતું. હવે આગલું ચંદ્રગ્રહણ જાન્યુઆરી ૨૦૧૯ના થશે જેની સમયવિધિ ૧ કલાક ર મિનિટથી વધારે નહીં રહે. છેલ્લી સદીમાં ૧૬ જુલાઇ ૨૦૦૦નો સૌથી લાંબો ચંદ્રગ્રહણ થયું હતું. તેની સમયવિધિ ૧ કલાક ૪૭ મિનિટ હતી.